બોડેલીમાં પશુઓની સારવાર માટે ફરતું પશુ દવાખાના ગાડીઓ બિનઉપયોગી

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકામાં પશુપાલકોને ઘરઆંગણે પશુ સારવાર પૂરી પાડવાના હેતુથી શ‚ કરાયેલી ફરતા પશુ દવાખાનાની સેવા છેલ્લા ૮થી ૯ મહિનાથી બંધ હોવાની ફરિયાદ સામે આવી છે. મોટાકાટવાં બસ સ્ટેશન ખાતે દસ ગામમાં સેવા આપતી સરકારી ગાડી લાંબા સમયથી બિનઉપયોગી હાલતમાં પડી છે.

એક તરફ પશુઓની સારવાર માટે પશુપાલકોને ખાનગી ડોક્ટરોનો સહારો લેવો પડે છે, તો બીજી તરફ સરકારી વાહન ધૂળ ખાઈ રહ્યું છે. પશુઓ બીમાર પડે કે તાત્કાલિક સારવારની જ‚ર ઊભી થાય ત્યારે સરકારી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પશુપાલકોને ખાનગી પશુચિકિત્સક બોલાવવા પડે છે.

પરિણામે સારવાર પાછળ વધારાનો ખર્ચ કરવો પડે છે. પશુપાલકોને રાહત આપવા શ‚ કરાયેલી સેવા જ લાંબા સમયથી બંધ રહેતાં સરકારી યોજનાના અમલ સામે સવાલો ઊભા થયા છે. જો વાહનને નુકસાન થાય કે ચોરીની ઘટના બને તો જવાબદારી કોની રહેશે? સેવા બંધ થવા પાછળનું કારણ શું છે ? તેની ચર્ચા ચાલી રહી છે.

દસ ગામના પશુપાલકોને ઉપયોગી એવી આ સેવા ફરી શ‚ કરવામાં આવે, સરકારી વાહનનો યોગ્ય ઉપયોગ થાય અને લાંબા સમયથી સેવા બંધ રહેવા પાછળનાં કારણોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.

હવે જોવાનું એ છે કે, સંબંધિત વિભાગ પશુપાલકોની મુશ્કેલી દૂર કરવા ક્યારે જાગે છે અને સરકારી ગાડી ફરી રસ્તા પર ક્યારે દોડતી થાય છે. મોટાકાટવાં બસ સ્ટેશન ખાતે દસ ગામને સેવા આપતી ફરતા પશુ દવાખાનાની ગાડી ૮થી ૯ મહિનાથી બંધ હાલતમાં પડી રહી છે.