ચાકલીયા પોલીસે ટ્રક માંથી ૧૪૪ ટીન બીયર ઝડપી પાડ્યા

રૂ.૩.૧૯ લાખનો મુદ્દામાલ કબજે, એક ઝડપાયો, ટ્રક ચાલક ફરાર.

દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસે ખાનગી બાતમીના આધારે મલવાસી ગામના રસ્તા પરથી બીયર ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસ ફરિયાદ મુજબ, ટ્રક માંથી માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરની છ પેટીઓમાં કુલ ૧૪૪ ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.૧૯,૭૨૮ થાય છે. પોલીસે હેરાફેરીમાં વપરાયેલી રૂ ૩ લાખની ટ્રક સહિત કુલ રૂ. ૩,૧૯,૭૨૮નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કાર્યવાહી દરમિયાન ટ્રકમાં બેઠેલો ગીરીશભાઈ નંદુભાઈ વહોનિયા ઝડપાયો હતો, જ્યારે ટ્રક ચાલક મલાભાઈ વરસિંગભાઈ ડામોર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(ઈ), ૮૧, ૯૮(૨) અને ૧૧૬(બી) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.