લીમખેડાની મહિલાઓએ માટીકામથી સર્જી આત્મનિર્ભરતાની નવી મિશાલ

મા બ્રહ્માણી કુંભારી કામ કલાગીરી સખી મંડળે માટીની મહેકથી રાજ્યભરમાં મેળવી ઓળખ.

સરકારી પ્રોત્સાહન અને મેળાઓમાં નિશુલ્ક સ્ટોલથી લીમખેડાની ૧૧ બહેનો બની આર્થિક રીતે સક્ષમ.

દિલ્હી, મુંબઈથી ગોવા સુધી ધૂમ મચાવતા લીમખેડાના માટીના વાસણોમાં આરોગ્ય અને સ્વાદનો અનોખો સંગમ

બાગાયત વિભાગની સ્વરોજગાર નર્સરી યોજના હેઠળ ‚. ૨.૬૦ લાખની સહાયથી નર્સરી વ્યવસાયને મળ્યું નવું બળ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના મંત્રને સાકાર કરતાં દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ર્માં બ્રહ્માણી કુંભારી કામ કલાગીરી ઠજઇંૠ સખી મંડળની બહેનોએ માટીકામની પરંપરાગત કળાને આજીવિકાનું એક સશક્ત માધ્યમ બનાવ્યું છે. વર્ષ ૨૦૧૩થી કાર્યરત આ સખી મંડળની ૧૧ મહિલાઓએ પોતાની મહેનત અને કલાગીરીના જોરે આર્થિક આત્મનિર્ભરતા મેળવીને સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

 આ સખી મંડળની બહેનો દ્વારા માટીમાંથી અત્યંત આકર્ષક અને ગુણવત્તાયુક્ત વાસણો બનાવવામાં આવે છે. જેમાં પરંપરાગત કોડિયા, માટલા, ઘડા અને કુલડી ઉપરાંત આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માટીની પાણીની બોટલ, હાંડલી, ચરવા, કલેડા, કૂકર, કપ, તવા, કડાઈ અને ગલ્લા જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે.

સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે વિવિધ કાર્યક્રમો તેમજ સરસ મેળાઓમાં આ બહેનોને વિનામૂલ્યે (નિશુલ્ક) સ્ટોલની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ પ્રોત્સાહક સ્ટેજને કારણે સખી મંડળ પોતાના ઉત્પાદનોનું સીધું વેચાણ કરીને યોગ્ય અને વ્યાજબી ભાવ મેળવી શકે છે. આ જૂથે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ગોધરા, આણંદ, રાજકોટ અને સુરત જેવા શહેરો ઉપરાંત દેશના મોટા મહાનગરો જેવા કે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ગોવા ખાતે યોજાયેલા પ્રદર્શનોમાં પણ પોતાના સ્ટોલ લગાવીને મોટી સફળતા અને સારી આવક મેળવી છે. સતત પરિશ્રમના પરિણામે આ મંડળે વિવિધ મેળામાં વેચાણ કરી નેરૂ. ૬ લાખથી વધુની બચત પણ કરી છે.

મંડળના સભ્ય સુભદ્રાબેન રાઠોડ જણાવે છે કે, “ધાતુના વાસણો કરતા માટીના વાસણોમાં જમવાનું બનાવવામાં આવે તો તે અત્યંત સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બને છે. સરકાર દ્વારા અમને મેળાઓમાં નિશુલ્ક સ્ટોલ આપીને જે વેચાણની તક પૂરી પાડવામાં આવે છે, તેનાથી અમારી આજીવિકા મજબૂત થઈ છે. તે માટે અમે સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.