
છોટા ઉદેપુરના ખુટલીયા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જીલ્લા પોલીસ વડા અને જીલ્લા કલેક્ટરે આ પૂજન કર્યું હતું.
વિજયાદશમીનો દિવસ સત્યના અસત્ય પર વિજયનું પ્રતીક છે. આ દિવસે દેશભરમાં શસ્ત્ર પૂજન થાય છે. છોટા ઉદેપુરમાં જીલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ અને જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન કરાયું હતું. આ પ્રસંગે જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફના સભ્યો પણ હાજર રહ્યા હતા.