કવાંટમાં નટખટ બાળ ગરબા મહોત્સવમાં મહાઆરતી યોજાઈ

-રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા સહિતના આગેવાનો જોડાયા, મહોત્સવ ૨૧માં વર્ષમાં.

કવાંટના પંચાલ ફળિયામાં નટખટ બાળ ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ મહોત્સવ આસો નવરાત્રી નિમિત્તે છેલ્લા ૨૦ વર્ષથી યોજાય છે અને આ વર્ષે તેણે ૨૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમ અને નોમના દિવસે મહાઆરતી અને અન્નકૂટનું આયોજન થયું હતું.આ મહાઆરતીમાં રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેઓએ માતાજીની મહાઆરતીમાં ભાગ લીધો હતો.