ફ્રાન્સથી પરત ફરતા મુખ્યમંત્રી ભગવંત માનને દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક માટે રોકી રાખવામાં આવ્યા,આપનો દાવો

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફ્રાન્સની મુલાકાતેથી પાછા ફરતા જ અંધાધૂંધી ફાટી નીકળી હતી. આમ આદમી પાર્ટી (આપ)એ દાવો કર્યો છે કે ભગવંત માનને ફ્રાન્સથી પરત ફરતા દિલ્હી એરપોર્ટ પર લગભગ ત્રણ કલાક માટે રોકી રાખવામાં આવ્યા અને ૫૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો.આપ નેતાઓ સૌરભ ભારદ્વાજ અને બલતેજ પન્નુએ આ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, “મુખ્યમંત્રી માનને લગભગ ત્રણ કલાક સુધી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી તેમના રાજ્યના ઉત્પાદનો લોન્ચ કરવા માટે પેરિસ ગયા હતા, અને તેમણે કેન્દ્ર સરકાર દ્વારા એનઓસી આપવાના ઇનકારને પડકાર્યા બાદ આ કર્યું.” આપ નેતાએ કહ્યું કે કેન્દ્ર સરકારનો આ ઘમંડ હવે સમાપ્ત થવો જાઈએ. દશેરા પર રાવણનો ઘમંડ પણ નાશ પામ્યો.

પંજાબ આપ મીડિયા ઇન્ચાર્જ બલતેજ પન્નુએ આ ઘટનાને કેન્દ્ર સરકાર દ્વારા માનના વિદેશ પ્રવાસોને “વારંવાર” પરવાનગી ન આપવા, પંજાબના ભંડોળને રોકવા અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કેવી રીતે હેન્ડલ કરવામાં આવી તે સાથે જાડી. તેમણે કેન્દ્ર સરકાર પર પંજાબની પ્રગતિમાં “અવરોધો” ઉભી કરવાનો આરોપ લગાવ્યો. પન્નુએ દાવો કર્યો કે ઝ્રસ્ માન વિશ્વના બીજા સૌથી મોટા ફૂડ ફેÂસ્ટવલમાં પંજાબના પ્રખ્યાત ઉત્પાદનો રજૂ કરવા ગયા હતા. હાઈકોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો હતો કે માનને યોગ્ય પ્રોટોકોલ આપવામાં આવે, પરંતુ કેન્દ્ર સરકારના ઈરાદા એટલા ખરાબ છે કે પેરિસમાં કોન્સલ જનરલ પણ મુખ્યમંત્રીને મળવા આવ્યા ન હતા.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનું પંજાબના મુખ્યમંત્રી પ્રત્યે “ચીડવંતું અને અપમાનજનક વર્તન” ત્યાં જ અટક્યું નહીં. પન્નુએ કહ્યું, “જ્યારે માન પેરિસથી પાછા ફર્યા અને દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે તેમને જાણી જાઈને ત્રણ કલાક માટે રોકી રાખવામાં આવ્યા. ‘તમારો સામાન આવી રહ્યો છે’ અને ‘તમારો સામાન તપાસવામાં આવી રહ્યો છે’ જેવા બહાના બનાવવામાં આવ્યા. આ નિવેદનો તદ્દન ખોટા હતા અને પંજાબનું અપમાન છે.”

તેમણે દાવો કર્યો, “ત્રણ કલાક પછી, જ્યારે માનને જવા દેવામાં આવ્યો અને તેમનો સામાન લોડ કરીને તેઓ જવાના હતા, ત્યારે અધિકારીઓ તેમની પાસે દોડી આવ્યા અને કહ્યું કે તેઓ ‘ઉપરથી ભારે દબાણ’ હેઠળ હતા.” પન્નુએ આરોપ લગાવ્યો, “આ પછી, તેઓએ ૫૦,૦૦૦ રૂપિયાનું ચલણ જારી કર્યું. અધિકારીઓએ પોતે સ્વીકાર્યું કે તેઓ દબાણ હેઠળ હતા. આ સાબિત કરે છે કે સમગ્ર ઘટના ઉપરથી આદેશ હેઠળ કરવામાં આવી હતી.”આપ નેતાએ કહ્યું, “શું ક્યારેય કોઈ ભારતીય રાજ્યના મુખ્યમંત્રીને આ રીતે ત્રણ કલાક માટે એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા છે? શું કયારેય કોઈ મુખ્યમંત્રીને ૫૦,૦૦૦ રૂપિયાનું ચલણ જારી કરીને આ રીતે અપમાનિત કરવામાં આવ્યા છે? આ ફક્ત એટલા માટે થઈ રહ્યું છે કારણ કે માન એક પંજાબી છે, પંજાબના મુખ્યમંત્રી છે, અને પંજાબની સુધારણા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.”