
મોરબીના પીપળીયા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. લુટાવદર ગામ નજીક રેતી ભરેલા ડમ્પરે કારને જારદાર ટક્કર મારતાં બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય છ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મોરબી જિલ્લાના પીપળીયા હાઈવે પર લુટાવદર ગામ નજીક રેતી ભરેલા ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે આગળ જઈ રહેલી કારને જારદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાઈવે પર સર્જાયેલી આ ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં કુલ આઠ શ્રમિકો સવાર હતા. ડમ્પરની ટક્કર બાદ કારમાં સવાર શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય છ શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ અને સ્થાનિક લોકોએ મળીને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત છ શ્રમિકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માત કયા સંજાગોમાં સર્જાયો અને ડમ્પર ચાલકની ભૂમિકા શું હતી તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં વાહનોને થયેલા નુકસાન અને શ્રમિકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.