વહેલી સવારે ૪ મિનિટમાં લોકઅપમાંથી ફરાર, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર થઈ જવાની ઘટના સામે આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં પોલીસ રિમાન્ડ પર રહેલો ૨૧ વર્ષીય પ્રદીપ ઉર્ફે જાડિયો જગદીશ પાટીલ ૨૦ આૅક્ટોબરની વહેલી સવારે લોકઅપમાંથી નાસી છૂટ્યો હતો. જાકે, પોલીસે ગણતરીના કલાકોમાં તેને કાપોદરા વિસ્તારમાંથી ફરી ઝડપી પાડ્યો હતો. પોલીસ કસ્ટડીમાંથી આરોપી કેવી રીતે ફરાર થયો તે મુદ્દે હવે સવાલો ઊભા થયા છે.મળતી માહિતી મુજબ, પ્રદીપ ઉર્ફે જાડિયો ૨૦ આૅક્ટોબરની વહેલી સવારે ૩ઃ૨૧થી ૩ઃ૨૫ વાગ્યાની વચ્ચે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક ફરિયાદ પ્રમાણે, તેણે કોઈક રીતે લોકઅપનો દરવાજા ખોલ્યો અને પોલીસકર્મીઓની નજર ચૂકવીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી જ આરોપી ફરાર થઈ જતાં અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી હતી. ત્યારબાદ આરોપીને ફરી ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.પ્રદીપ પાટીલ સુરતના વેડરોડ વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં લૂંટ, લૂંટ દરમિયાન ઈજા પહોંચાડવી, જીવલેણ હથિયારના ઉપયોગ સાથે લૂંટ અથવા ગંભીર ઈજા પહોંચાડવાના પ્રયાસ સહિતના આરોપો હેઠળ કાર્યવાહી ચાલી રહી હતી.

આ ઉપરાંત, સહિયારા ઈરાદાથી ગુનો આચરવા અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સંબંધિત જાગવાઈઓ હેઠળ પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ ગુનાઓના સંદર્ભમાં તે પોલીસ રિમાન્ડ પર હતો.આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટતાં તેને શોધવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેને કાપોદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આમ, ફરાર થયાના ગણતરીના કલાકોમાં જ આરોપી ફરી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.આરોપી કસ્ટડીમાંથી ફરાર થવાના બનાવ અંગે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના છજીં અરવિંદભાઈ સોમાભાઈએ રાંદેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પ્રદીપ સામે ભારતીય ન્યાય સંહિતા , ૨૦૨૩ની કલમ ૨૬૨ હેઠળ નવો ગુનો નોંધવામાં આવ્યો છે.નકશા જુઓહવે આરોપી લોકઅપમાંથી કેવી રીતે બહાર નીકળ્યો, સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી રહી હતી કે કેમ અને ફરાર થવા દરમિયાન કોઈની મદદ મળી હતી કે નહીં, તે તપાસનો વિષય છે.