શહેરાના ગોકળપુરા ગામના ટેકરા ફળીયા થી પંચાયત સુધી રસ્તા પરના દબાણો અને ઝાડી ઝાંખરા દુર કરવા રજુઆત

શહેરા તાલુકાના ગોકળપુરા ગામમાં ટેકરા ફળિયાથી ગ્રામ પંચાયત કચેરી સુધીના ડામર રસ્તા પર થયેલા દબાણો તેમજ રસ્તાની બંને બાજુ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાને દૂર કરવા અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

શહેરા તાલુકાના ગોકળપુરા ગામના ટેકરા ફળિયા થઈને ગ્રામ પંચાયત સાથે જોડતો ડામર રસ્તો અત્યંત મહત્વનો ગણાય છે. ડામર રસ્તાની આજુબાજુમાં દબાણો વધી જતાં આ મુખ્ય રસ્તો સાંકડો બનવા સાથે રોજીંદા અવરજવર કરતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાથી ગામના જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ રસ્તાની આજુબાજુમાં દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવા સાથે ડામર રસ્તાની કિનારે માટી, ઈંટો અને બાંધકામનો કાટમાળ જોવા મળી રહયો હતો.રસ્તા પરના વળાંકમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર પણ રહેતો હોય ત્યારે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને જ‚રી કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પણ જ‚રી લાગી રહ્યું છે.