મહીસાગર જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ-૫માં નિપુણ ગુજરાત અભિયાનનું અમલીકરણ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત દેશભરમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન(FLN)માં પારંગતતા પ્રાપ્ત કરવા માટે નિપુણ ભારત મિશન કાર્યરત છે. જેની સંરેખિત દિશામાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિપુણ ગુજરાત અભિયાનની શ‚આત કરવામાં આવી છે. જેમાં બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના તમામ વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને સંખ્યાજ્ઞાનની ક્ષમતાઓમાં નિપુણતા કેળવે તે માટેનાં વિશેષ પગલાં લેવા માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લાના કલેક્ટર અર્પિત સાગર મેડમ તથા જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ તથા ત્રિલોકસિંઘ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાબેન જહા મેડમ તથા પ્રદીપભાઇ કલાલ તથા ડાયટ સંતરામપુરના લેકચરર આર.કે.પટેલ અને ડાયટ વ્યાખ્યાતા અને બી.આર.સી., સી.આર.સી., ટી.પી.ઈ.ઓ. ટીમ દ્વારા શાળાઓમાં મુલાકાત લઈને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા તથા નિપુણ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની શાળાઓમાં બે દિવસ દરમ્યાન ગુજરાતી અને ગણિત વિષયનું બેઝલાઈન સર્વેક્ષણ શાળાઓમાં કરવામાં આવ્યું છે તથા દરેક વિદ્યાર્થીની સ્થિતિની ટ્રેકસેમાં નોંધ કરવામાં આવે છે તથા ગુજરાતી અને ગણિત વિષયની માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય જીલ્લાના શિક્ષકો ખુબ જ સુંદર રીતે કરી રહ્યા છે. તમામ મુખ્ય શિક્ષકોને તથા શિક્ષકોને ઓનલાઇન બાયસેગ મારફતે નિપુણ ગુજરાત અંતર્ગત તાલીમ આપવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત બાલવાટિકા થી ધોરણ પ સુધીના તમામ વિદ્યાર્થીઓ પાયાગત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનના કૌશલ્યોમાં નિર્ધારીત કરેલ લક્ષ્યાંકો સિદ્ધ કરી દરેક બાળક નિપુણ બાળક બને તે માટે શાળાઓમાં કાર્ય કરવામાં આવી રહ્યું છે.