
વર્ષ ૧૯૯૬માં નોંધાયેલા માત્ર રૂ. ૨૦ની કથિત લાંચના કેસમાં લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલી કાનૂની લડાઈનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના એક રેવન્યુ કર્મચારી અને તેની સાથે કામ કરતા પટાવાળાની દોષસિદ્ધિ રદ કરીને બંનેને નિર્દોષ જાહેર કર્યા છે. જસ્ટિસ ઉજ્જલ ભુઈયા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું કે લાંચની માંગણી સાબિત થયા વગર માત્ર રકમ મળી આવવાના આધારે કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં.આ મામલો ફેબ્રુઆરી ૧૯૯૬નો છે.
એક વિદ્યાર્થીએ શૈક્ષણિક છૂટછાટનો લાભ મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર મેળવવા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની બેચરી ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કર્યો હતો.ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, પ્રમાણપત્ર આપવા બદલ રેવન્યુ અધિકારીએ કુલ રૂ. ૧૨૦ની લાંચની માંગણી કરી હતી. તેમાં રૂ. ૧૦૦ પોતાના માટે અને રૂ. ૨૦ પટાવાળા માટે નક્કી કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું.
કથિત લાંચની માંગણીથી પરેશાન વિદ્યાર્થીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવી વિદ્યાર્થીને રૂ. ૧૨૦ની માર્ક કરાયેલી નોટો આપી કચેરીમાં મોકલ્યો હતો. પ્રમાણપત્ર મળ્યા બાદ વિદ્યાર્થીએ પટાવાળાને રૂ. ૨૦ આપ્યા હતા અને એસીબીની ટીમે તરત જ તેની પાસેથી માર્ક કરાયેલી નોટ કબજે કરી હતી. જાકે, મુખ્ય રેવન્યુ અધિકારી પાસેથી કથિત રૂ. ૧૦૦ની રકમ મળી આવી નહોતી સુપ્રીમ કોર્ટે કેસની તપાસ અને સાક્ષીઓના નિવેદનોમાં અનેક વિસંગતતાઓ નોંધ્યાં હતાં.
વિદ્યાર્થીએ અગાઉના નિવેદનમાં કથિત રીતે રૂ. ૨૦૦ની માંગણી અને બાદમાં રૂ. ૧૨૦માં મામલો નક્કી થયાની વાત કરી હતી, પરંતુ ટ્રાયલ દરમિયાન આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ જાવા મળ્યો નહોતો. કોર્ટે એ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યો કે એસીબીએ વિદ્યાર્થીને માંગણી થાય ત્યારે રૂ. ૧૨૦ આપવાની સૂચના આપી હોવા છતાં તેણે માત્ર રૂ. ૨૦ પટાવાળાને કેમ આપ્યા? મહત્વની વાત એ પણ સામે આવી કે પટાવાળાએ વિદ્યાર્થી પાસેથી રકમ માંગી હોવાનો પુરાવો સ્પષ્ટ રીતે સ્થાપિત થઈ શક્્યો નહોતો.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે વિદ્યાર્થીને આવકનું પ્રમાણપત્ર પહેલેથી જ આપવામાં આવી ચૂક્્યું હતું અને ત્યારબાદ રૂ. ૨૦ની રકમ પટાવાળાને આપવામાં આવી હતી. આ ઉપરાંત, બચાવ પક્ષે દલીલ કરી હતી કે બીજા દિવસે ઈદનો તહેવાર હોવાથી વિદ્યાર્થીએ પટાવાળાને રૂ. ૨૦ આપ્યા હતા. ઉપલબ્ધ પુરાવા અને કેસની પરિÂસ્થતિને ધ્યાનમાં રાખીને અદાલતે આ દલીલને સંપૂર્ણપણે ફગાવી નહોતી.
ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જાગવાઈઓ અંગે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપી પાસેથી રકમ મળી આવવી માત્ર એક પરિÂસ્થતિ છે. જા લાંચની માંગણી અને સ્વીકારનો મૂળભૂત પુરાવો જ સાબિત ન થાય, તો માત્ર રકમની વસૂલાતના આધારે દોષસિદ્ધિ ટકી શકતી નથી.અદાલતે રેવન્યુ અધિકારી સામે કેસ ચલાવવા માટે આપવામાં આવેલી સરકારી મંજૂરી અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટના તારણ મુજબ, મંજૂરી યોગ્ય સત્તા ધરાવતા અધિકારી દ્વારા આપવામાં આવી નહોતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે નીચલી અદાલત અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી દોષસિદ્ધિને રદ કરી દીધી.આમ, વર્ષ ૧૯૯૬માં શરૂ થયેલો માત્ર રૂ. ૨૦ની કથિત લાંચનો કેસ લગભગ ૩૦ વર્ષની કાનૂની પ્રક્રિયા બાદ આરોપીઓના પક્ષમાં પૂર્ણ થયો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે ભ્રષ્ટાચારના કેસોમાં દોષસિદ્ધિ માટે લાંચની માંગણી અને સ્વીકાર સંબંધિત પુરાવાનું મજબૂત રીતે સ્થાપિત થવું જરૂરી છે.