બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(બીસીઆઇ)ના ચેરમેન મનન કુમાર મિશ્રાના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વકીલોનો વિરોધ પ્રદર્શન શરૂ થયો છે. ઓલ ઈન્ડિયા યંગ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા આયોજિત વિરોધને કોકરોચ જનતા પાર્ટીનો પણ ટેકો મળ્યો છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ઓફિસની આસપાસ પોલીસ તૈનાત કરવામાં આવી છે.વિરોધ પ્રદર્શન દરમિયાન, એડવોકેટ ઉમેશ કુમારે બીસીઆઇ ચેરમેન પર વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓના કલ્યાણ સંબંધિત મુદ્દાઓને અવગણવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “મ્ઝ્રૈં ચેરમેને કાયદાના વિદ્યાર્થીઓ કે વકીલોના કલ્યાણ માટે શું કર્યું છે?
વકીલો પર રોજ પોલીસ સ્ટેશનની અંદર હુમલો અને હત્યા થઈ રહી છે. તાજેતરમાં, હૈદરાબાદમાં એક વરિષ્ઠ વકીલનું મૃત્યુ થયું. શું તેમણે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું?” ઉમેશ કુમારે આરોપ લગાવ્યો કે બીસીઆઇ ચેરમેન વકીલોના કલ્યાણ સંબંધિત મુદ્દાઓ પર મૌન રહે છે, જ્યારે તેઓ રાજકીય એજન્ડાને આગળ વધારવામાં મોખરે છે.
તેમણે બીસીઆઇ પર સત્તાવાર પત્રોનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે વિરોધના મુખ્ય મુદ્દાઓમાં વકીલોનું કલ્યાણ, એડવોકેટ્સ એક્ટ, સ્ટાઈપેન્ડ, ચેમ્બર અને વકીલોની સુરક્ષાનો સમાવેશ થાય છે. તેમણે કાયદા કોલેજા પર નિયંત્રણની જરૂરિયાત અને નકલી કાયદા કોલેજા અને ડિગ્રીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો. ઉમેશ કુમારે દાવો કર્યો હતો કે વ્યવસાયમાં ૩૫ થી ૪૦ ટકા લોકો નકલી વકીલો છે.