હરિયાણાના હિસારમાં ગેંગસ્ટર વિનોદ પાનુ ઉર્ફે કાનાની હત્યા; કોર્ટના ગેટ સામે ૧૨ રાઉન્ડ ફાયરિંગ

હરિયાણાના હિસાર જિલ્લામાં ગુરુવારે એક ચોંકાવનારી ગુનાની ઘટના પ્રકાશમાં આવી. હિસારમાં કોર્ટના ગેટ સામે ગેંગસ્ટર વિનોદ પાનુ ઉર્ફે કાનાની હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, બદમાશોએ સ્થળ પર ૧૨ ગોળીઓ ચલાવી હતી. આ ગેંગસ્ટર, વિનોદ પાનુ, કોર્ટમાં હાજર થવા આવ્યો હતો. જાકે, આ સમય દરમિયાન, ગુનેગારોએ કોર્ટના ગેટની બહાર ગોળીબાર કરીને તેની હત્યા કરી દીધી.એ નોંધવું જાઈએ કે હિસારમાં કોર્ટના ગેટની બહાર હત્યા કરાયેલ ગેંગસ્ટર વિનોદ પાનુ ઉર્ફે કાના હિસારનો મોસ્ટ વોન્ટેડ હતો. અહેવાલો અનુસાર, ગેંગસ્ટર વિનોદે ધારાસભ્ય સાવિત્રી જિંદાલના અંગત સહાયકના ભત્રીજાની હત્યા કરી હતી.

આ ગેંગસ્ટર વિરુદ્ધ હત્યા સહિત ૪૦ ગુનાહિત કેસ નોંધાયેલા હતા. અહેવાલો અનુસાર, બાઇક પર સવાર ગુનેગારોએ કોર્ટના ગેટની સામે ૧૨ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.ઘટનાસ્થળે હાજર વકીલ દીપાંશુ કડવાસરાએ કહ્યું, “ગોળી વાગ્યા પછી હું કોર્ટમાંથી બહાર આવ્યો. મેં વિનોદને મોઢું નીચે પડેલો જાયો. તેમ છતાં, ગોળીબાર કરનારે વિનોદ પર પાંચથી છ વધુ ગોળીબાર કર્યા. ત્યારબાદ આરોપીએ વકીલોના પા‹કગમાં ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેનો પીછો કરીને તેને પકડી લીધો. વિનોદ સાથે ત્રણ-ચાર લોકો પણ હતા.

વિનોદની આજે સુનાવણી હતી, અને તેના કેસમાં ચુકાદો જાહેર થવાનો હતો. કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ગોળીબાર શરૂ થયો ત્યારે તેઓ ઘરે જઈ રહ્યા હતા. ગોળીબાર કરનારા ત્રણ લોકો હતા. ગોળીબાર લગભગ બે થી ત્રણ મિનિટ સુધી ચાલુ રહ્યો.”