
કિવમાં રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકો માર્યા ગયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આખી રાત વિસ્ફોટો ગુંજી ઉઠ્યા. યુક્રેનની કટોકટી સેવા અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા ૩૩ લોકો ઘાયલ થયા. ગુરુવારે વહેલી સવાર સુધી હવાઈ હુમલાની ચેતવણી ચાલુ રહી.કિવના ડાર્નિત્સકી, સ્વિયાટોશાયન્સ્કી અને સોલોમિયાન્સ્કી જિલ્લામાં થયેલા હુમલાઓમાં ૧૨ સ્થળોએ હુમલો થયો, જેમાં રહેણાંક ઇમારતો, એક તબીબી કેન્દ્ર અને એક શૈક્ષણિક સંસ્થાને નુકસાન થયું. કટોકટી ટીમોએ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવ્યા.
રશિયાએ કિવની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને મર્યાદિત કરવા માટે રાજધાની પર મિસાઈલ હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. કિવ પાસે મિસાઈલ હુમલાઓને અટકાવવા માટે સક્ષમ મર્યાદિત સિસ્ટમો છે, જ્યારે તેની અમેરિકન બનાવટની પેટ્રિઅટ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ માટે મિસાઈલોનો પુરવઠો મર્યાદિત રહે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને પેટ્રિઅટ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ બનાવવા માટે લાઇસન્સ આપ્યું હતું, પરંતુ બાદમાં તે નિર્ણય પાછો ખેંચી લીધો.
દરમિયાન, યુક્રેને રશિયન પ્રદેશની અંદર શ†ોના ડેપો, લશ્કરી સુવિધાઓ અને અન્ય વ્યૂહાત્મક લક્ષ્યો પર લાંબા અંતરના હુમલાઓનું અભિયાન વધુ તીવ્ર બનાવ્યું છે, જેનો હેતુ યુક્રેનિયન શહેરો પર તેના હુમલા ચાલુ રાખવાની મોસ્કોની ક્ષમતાને નબળી પાડવાનો છે. સોલોમિયાન્સ્કી જિલ્લામાં, નવ માળની રહેણાંક ઇમારતના ટોચના બે માળ નાશ પામ્યા હતા. અન્ય માળમાં આગ લાગી.
બે રહેણાંક ઇમારતો અને એક શાળાના આશ્રયસ્થાનમાં પણ લોકો ફસાયા.૬૦ વર્ષીય લારિસા બોન્દારુક જમીન પર બેઠી હતી, તેણીની બિલાડી, ચેનલ, જેને અગ્નિશામાંકોએ બચાવી હતી, તેને પકડી રાખી હતી. આંખોમાં આંસુ સાથે, તેણીએ કહ્યું કે તેના પાડોશીનો પૌત્ર કાટમાળ નીચે દટાઈને મૃત્યુ પામ્યો. તેના એપાર્ટમેન્ટને ખૂબ નુકસાન થયું હતું. “એક રોકેટ છત પર અથડાયો. અવાજ એટલો જારથી હતો કે કાટમાળ અને દરવાજા એક જ ક્ષણમાં ઉડી ગયા,” તેણીએ કહ્યું. ચારે બાજુ ધુમાડાના વાદળો, જ્વાળાઓ, ચીસો અને નિરાશાનું વાતાવરણ હતું.