
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાની નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક અને મધવાસ ગામના વતની એવા ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ દ્વારા શાળામાં જુલાઈ ૨૦૨૬ મહીનામાં ૧૦૦% હાજર રહેનાર વિદ્યાર્થીઓને તારીખ ૮ મી ઓગષ્ટ ૨૦૨૬ ને શનિવારના રોજ સ્વ ખર્ચે નાસ્તાના ડબ્બા આપીને સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક ચિરાગકુમાર પંચાલ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની હાજરીની નિયમિતતાને લઈને એક અનોખો અને ગુણવત્તાલક્ષી સુંદર નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.