
સરકારી ઇજનેરી કોલેજ, ગોધરાના મીકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ ISHRAE અમદાવાદ ચેપ્ટર દ્વારા યોજાયેલ ઇન્ટર કોલેજ ટેકનિકલ ક્વિઝ સ્પર્ધા ફચીયતિં માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભાગ લીધેલ ૧૨ ટીમો પૈકી માં રનર્સ-અપનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ સ્પર્ધામાં સંસ્થાના મીકેનિકલ વિભાગના પ્રો હાર્દિક શુક્લના માર્ગદર્શન હેઠળ કોલેજ ટીમનું પ્રતિનિધિત્વ રવિન્દ્ર પરમાર (સાતમું સેમેસ્ટર, મીકેનિકલ ) અને મોક્ષિલ શાહ (પાંચમું સેમેસ્ટર, મીકેનિકલ ) દ્વારા કરવામાં આવ્યું હતું. વિવિધ કોલેજોની ૧૨થી વધુ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ટીમે પોતાના ટેક્નિકલ જ્ઞાન, ટીમવર્ક અને ઝડપી નિર્ણયશક્તિનો પરિચય દર્શાવેલ હતો.
આયોજન અનેક તબક્કામાં કરવામાં આવ્યું હતું. શરૂ આતમાં તમામ ટીમો માટે એલિમિનેશન રાઉન્ડ યોજાયો હતો, જેમાંથી પસંદ થયેલી છ ટીમોએ અંતિમ ક્વિઝ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. અંતિમ સ્પર્ધામાં કુલ ત્રણ રાઉન્ડ યોજાયા હતા. જેમાં થરમોડાઈનેમિક્સ, રેફરીજરેશન, હિટ ટ્રાન્સફર, ફલૂડ મિકેનિક્સ સહીત ના ૨૦ કરતા વધારે વિષયો માંથી રસપ્રદ પ્રશ્નો પુછાયા હતા.
આ શાનદાર સફળતા બદલ ટીમને રૂ.૨,૦૦૦ રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, ટીમે ડિસેમ્બર ૨૦૨૬માં કોલ્હાપુર ( મહારાષ્ષ્ટ્ર )ખાતે યોજાનારી ફચીયતિ૨ં૭ની ક્વાર્ટર ફાઇનલ સ્પર્ધામાં સીધું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ તબક્કા માટે કુલ ત્રણ ટીમોની પસંદગી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં પ્રો. હાર્દિક શુક્લ તથા મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સમગ્ર અધ્યાપકગણના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ભાગ લીધો હતો. આ સિદ્ધિ બદલ વિભાગના વડા પ્રો. આર.આઈ.પટેલ તથા કોલેજના આચાર્ય પ્રો. જે.એચ.પંડિત દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સહયોગ આપવામાં આવ્યો હતો.
આ અગાઉ પણ સંસ્થાના પ્રો હાર્દિક શુક્લના માર્ગદર્શન હેઠળ મોક્ષિલ શાહ, આકાશ, યશ રાણા સહીતના વિદ્યાર્થીઓ તાજેતરમાં કોઈમ્બતુર ખાતે યોજાયેલ “કુલ કોનકલેવ -૨૦૨૬ માં રિસર્ચ પ્રોજેક્ટના ફાઇનલ રાઉન્ડમાં ૧૬૦ કરતા વધારે ટીમો માંથી સિલકેટ થયેલ હતા. ત્યા ટોપ ૮ ટીમ તરીકે સ્થાન મેળવેલ હતું.