સંજય રાઉતે પોતાના નવા પુસ્તક “બોધિ કીર્તન” માં વિજય માલ્યાનો બચાવ કર્યો, પીએમ મોદીના પણ વખાણ કર્યા

શિવસેના ઉદ્ધવ જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતે પોતાના નવા પુસ્તક “બોધિ કીર્તન” માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ છોડીને ભાગી ગયેલા વિજય માલ્યાનો પણ વખાણ કર્યો છે. સંજય રાઉતે પોતાના પુસ્તક “બોધિ કીર્તન” માં માલ્યાના પણ વખાણ કર્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે માલ્યાને દેશ છોડવા માટે મજબૂર કર્યા.સંજય રાઉતનું પુસ્તક “બોધ કીર્તન” કાલે, શનિવારે, ઠાકરે ભાઈઓ (ઉદ્ધવ અને રાજ ઠાકરે) ની હાજરીમાં વિમોચન કરવામાં આવશે. પુસ્તકમાં સંજય રાઉતના અંગત અનુભવો, તેમને મળેલા લોકો અને તેમણે વાંચેલા લેખોનો સંગ્રહ છે.

સંજય રાઉત તેમના પુસ્તકમાં લખે છે કે તેઓ વિજય માલ્યાને નજીકથી ઓળખતા હતા, કારણ કે તેઓ ઘણીવાર સંસદ અને સેન્ટ્રલ હોલમાં સાથે બેસતા હતા. માલ્યા એક મૈત્રીપૂર્ણ, ખુશખુશાલ અને પ્રભાવશાળી વ્યક્તિ હતા. માલ્યાની વૈભવી જીવનશૈલી ગેરસમજણો તરફ દોરી ગઈ હશે, જાકે તે તેમના વ્યવસાય માટે જરૂરી હોઈ શકે છે. તેઓ સંસદના ઘણા નેતાઓ કરતાં વધુ દેશભક્ત, ઉદાર અને સ્વચ્છ હૃદયના વ્યક્તિ હતા, જેમનો ક્યારેય કોઈને છેતરવાનો ઇરાદો નહોતો.

જ્યારે તેઓ અચાનક દેશ છોડી ગયા, ત્યારે લોકોએ તેમને “ભાગેડુ” કહ્યા, પરંતુ સંજય રાઉત આ સાથે અસંમત છે. રાઉત કહે છે કે જ્યારે માલ્યાનો વ્યવસાય પડી ભાંગ્યો અને તેમની બેંક લોન ચૂકવવામાં ન આવી, ત્યારે બેંકોએ તેમને મદદ કરવી જાઈતી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા ૧૦ વર્ષોમાં ઘણા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા, જ્યારે માલ્યા માફીને નહીં, પણ રાહતને પાત્ર હતા. આખરે, તેમને દેશ છોડવાની ફરજ પડી, તેથી તેઓ છેતરપિંડી કરનારા નહોતા.

પુસ્તકના “દીપસ્તંભ” શીર્ષકવાળા પ્રકરણમાં, સંજય રાઉત લખે છે કે પીએમ નરેન્દ્ર મોદીના રાજકીય ભાષણો ખૂબ રસપ્રદ કે અર્થપૂર્ણ ન હોય શકે, પરંતુ તેમના બિન-રાજકીય ભાષણો સાંભળવા અને વાંચવા માટે ખૂબ જ આનંદદાયક છે. રાઉતે અયોધ્યા દીપોત્સવ દરમિયાન ભગવાન રામ પર પીએમ મોદીના ભાષણને “શબ્દોનો ભાવનાત્મક ઉત્સવ” ગણાવ્યો. રાઉતે લખ્યું કે ભગવાન રામના આદર્શો દરેક ભારતીય માટે “દીપસ્તંભ” (માર્ગદર્શક પ્રકાશ) તરીકે સેવા આપશે. સંજય રાઉત મહારાષ્ટÙમાં ઉદ્ધવ ઠાકરે જૂથના વરિષ્ઠ નેતા છે અને તેમને ઠાકરે પરિવારની નજીક માનવામાં આવે છે.