ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.૯માં આપવામાં આવતી પ્રાથમિક સુવિધા જેવી કે, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ માટે પાલિકામાં રજુઆત છતાં પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં હોય ત્યારે પ્રાથમિક સુવિધાઓનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગે ભુખ હડતાળ કરવાની ચિમકી વોર્ડ સભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ગોધરા નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં.૯માં અપાતી પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, સાફ-સફાઈ, સ્ટ્રીટ લાઈટ છેવાડાના વિસ્તાર સુધી નિયમોનુસાર પુરી પાડવામાં આવે. વોર્ડ નં.૯ની મદિના સોસાયટી, ઈદગાહ મોલ્લા, ઉઝેદ મસ્જીદની બાજુવાળો વિસ્તાર, ગોંદરા છકડાવાસ, ડુંગરી ફળીયા સહિત વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સસ્યા છે. ત્યારે છેવાડાના મકાન સુધી પીવાના પાણીની વ્યવસ્થા પુરી પાડવામાં આવે, હાલ બંધ પડેલ હેન્ડપંપ ચાલુ કરવામાં આવે તે જરી છે. ગોન્દ્રા લીલેસરા વિસ્તારમાં ધણા સમયથી પાણીની ટાંકી તૈયાર છે. તેને તાત્કાલીક ચાલુ કરવામાં આવે, આ વોર્ડમાં ભુર્ગભ ગટરની સફાઈ નિયમોનુસાર કરવામાં આવે, વોર્ડના તમામ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના થાંભલા નાખવામાં આવે અને સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે, રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા સભ્ય યાકુબ અ. સલામ બકકર (તપેલી) દ્વારા નગર પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે. વોર્ડ નં.૯ની સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉપવાસ પર ઉતરવારની ચિમકી ઉચ્ચારી છે.