મુનખોસલા મુખ્ય શાળામાં વિષ્ણુંબેન ડામોરની વયનિવૃત્તિ પ્રસંગે ભાવભીની વિદાય

-શિક્ષક તરીકેની લાંબી સેવાઓને બિરદાવી શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી સન્માન સાથે વિદાય અપાઈ.

મુનખોસલા મુખ્ય શાળામાં તા.૩૦/૧૦/૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે શિક્ષિકા વિષ્ણુંબેન રામજીભાઈ ડામોરના વયનિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શ‚આત પ્રાર્થના અને બાળિકાઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી.

આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ મુનિયા, શાળાના ભૂતપૂર્વ આચાર્ય અમરસીંગભાઈ તથા વરિષ્ઠ શિક્ષક નેલ્શનભાઈ ડામોરે વિષ્ણુંબેનની શિક્ષક તરીકેની સેવાઓને યાદ કરી તેમના કાર્યની પ્રશંસા કરી હતી.

શાળાના આચાર્ય ઝીથાભાઈ વાઘેલા તથા શાળા પરિવાર દ્વારા વિષ્ણુંબેનને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યાં હતાં અને ભેટ અર્પણ કરી તેમની સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

શિક્ષણની જ્યોત પ્રગટાવી અનેક બાળકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર વિષ્ણુંબેન ડામોરની વયનિવૃત્તિ નિમિત્તે શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમના નિવૃત્ત જીવન માટે સુખ, શાંતિ અને સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવી હતી.