બોડેલી નજીક કકરોલીયા ગામથી વન વિભાગે દીપડો પાંજરે પુરતા ગ્રામજનોમાં રાહત

બોડેલી નજીક કકરોલીયા ગામ પાસે દીપડો પાંજરે પુરાયો. તેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળે એકઠા થયા હતા. વન વિભાગને જાણ કરાતા જાંબુઘોડા અને બોડેલી ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી.

જાંબુઘોડા ફોરેસ્ટ વિભાગની ટીમે પાંજરે પુરાયેલા દીપડાને સુરક્ષિત રીતે જાંબુઘોડા લઈ ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરને કારણે સ્થાનિક લોકોમાં ભય હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી હતી.