
અમદાવાદના સિંધુ ભવન રોડ પર ૫૭૦ કરોડના ખર્ચે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ વિકસાવવાની યોજના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ માટે ૨૫ આૅક્ટોબર, ૨૦૨૬ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પ્રોજેક્ટમાં ૧૭૫ મીટર ઊંચો આઇકોનિક ટાવર, રેસ્ટોરન્ટ, કેફે, સ્કાય ડેક, વ્યુ ગેલેરી, શોપ્સ અને મનોરંજન માટેની વિવિધ સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરને નવી ઓળખ મળે તેવી અપેક્ષા છે. કોન્ટ્રાક્ટરને કામ સોંપાયા બાદ ૪૨ મહિનામાં એટલે કે સાડા ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
અમદાવાદ સિટી સ્ક્વેરમાં અંદાજે ૧૭૫ મીટર ઊંચો ટાવર બનાવવામાં આવશે. ટાવરના ઉપરના ભાગમાં સ્કાય ડેક અને સ્કાય વોકની સુવિધા ઊભી કરાશે, જ્યાંથી અમદાવાદનો વિશાળ નજારો જાઈ શકાશે. સ્કાય ડેક પર એકસાથે આશરે ૭૫ લોકો માટે વ્યુ ગેલેરીની વ્યવસ્થા કરવામાં આવશે. ટાવરના ૪૦ મીટરથી ૧૭૫ મીટરની ઊંચાઈ વચ્ચે વિશાળ ડિજિટલ સ્ક્રીન પણ બનાવવાનું આયોજન છે, જેના પર ડિજિટલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે.પ્રોજેક્ટ હેઠળ ટાવરમાં જમીનથી આશરે ૪૦ મીટરની ઊંચાઈએ બે માળનું રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે. તેમાં એકસાથે અંદાજે ૧,૨૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન છે. રેસ્ટોરન્ટની ઉપર ટેરેસ ડેક કેફે વિકસાવવામાં આવશે, જ્યાં આશરે ૨૦૦ લોકો માટે બેઠક વ્યવસ્થા હશે. અહીંથી શહેરનો નજારો નિહાળવાની સાથે ખાણીપીણીનો આનંદ માણી શકાશે.
સિટી સ્ક્વેરના લોઅર ગ્રાઉન્ડ વિસ્તારમાં દુકાનો અને આર્ટ ગેલેરી વિકસાવવાની યોજના છે. આ જગ્યાનો ઉપયોગ વ્યાપારી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે થઈ શકશે. અપર ગ્રાઉન્ડ વિસ્તારમાં અર્બન પ્લાઝા બનાવવામાં આવશે. તેમાં ચારેય ખૂણે ફૂડ કિઓસ્ક, આશરે ૩૧૦ લોકો બેસી શકે તેવું એમ્ફીથિયેટર, ગાર્ડન, ફૂડ કોર્ટ અને વોટર ફાઉન્ટેન જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ સિટી સ્ક્વેરમાં જમીનથી આશરે ૧૫ મીટર ઊંડાઈએ ત્રણ બેઝમેન્ટ બનાવવામાં આવશે. તેમાં કુલ ૧,૫૦૦ વાહનો પાર્ક કરી શકાશે.આ ઉપરાંત, પ્રોજેક્ટની સામે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં વધારાની પા‹કગ સુવિધા ઊભી કરવાનું આયોજન છે, જ્યાં આશરે ૪૫૦ વાહનો પાર્ક કરી શકાશે. આ રીતે બંને સ્થળે મળીને કુલ ૧,૯૫૦ વાહનો માટે પા‹કગની વ્યવસ્થા કરવાની યોજના છે.
એએમસી દ્વારા ૨૫ આૅક્ટોબર, ૨૦૨૬ના રોજ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. કામ કરવા ઇચ્છુક કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટની વિગતો સમજાવવા ઓરિએન્ટેશન મીટિંગ યોજવાનું આયોજન છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરતાં પહેલાં બે પ્રિ-બિડ મીટિંગ પણ યોજવામાં આવશે.કોન્ટ્રાક્ટરને કામ સોંપાયા બાદ ૪૨ મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ આ પ્રોજેક્ટની વિવિધ સુવિધાઓ અને બાંધકામની વિગતો ટેન્ડર પ્રક્રિયાનો ભાગ છે.