
સુપ્રીમ કોર્ટે ગુરુવારે તીખી ટિપ્પણી કરી કે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને તેની અપીલ સંસ્થા,એનસીએલએટીને સંપૂર્ણપણે પોતાના કબજામાં લઈ લીધું છે. આ કડક ટિપ્પણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જાયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેન્ચ તરફથી આવી છે.
એનસીએલટી અને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જાયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેન્ચે એનસીએલટી અને એનસીએલએટીના અધ્યક્ષોને નિમણૂકોના મામલામાં સ્વાયત્તતા આપવાની હિમાયત કરી હતી. તેમણે વચગાળાના પગલા તરીકે પ્રતિનિયુÂક્તનું સૂચન પણ કર્યું હતું અને તબક્કાવાર રીતે યુપીએસસી અથવા એસએસસી દ્વારા નિયમિત ભરતી કરવાની હાકલ કરી હતી.
અરજીની સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે, “હું જાણું છું કે કોન્ટ્રાક્ટરો કેવી રીતે કાર્ય કરે છે. તેઓ ન્યાયિક કે ટેકનિકલ સભ્યોની પરવા કરતા નથી. અધ્યક્ષો પાસે સંપૂર્ણ સ્વાયત્તતા હોવી જાઈએ. તેઓ યુપીએસસી એસએસસી દ્વારા ભરતી કરી શકે છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ટ્રિબ્યુનલ પર સંપૂર્ણપણે કબજા જમાવી દીધો છે. આ સંસ્થાની સ્વાયત્તતા પર હુમલો છે. તે જ સમસ્યા છે.” મંત્રાલય આના પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માંગે છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરાએ દલીલ કરી હતી કે કોર્ટે આ મામલાનો નિર્ણય લેવો જાઈએ. તેમણે કહ્યું કે જે લોકો લાંબા સમયથી કામ કરી રહ્યા છે તેમને રાતોરાત કાઢી ન નાખવા જાઈએ. “મને જવાબદારી સાથે કહેવાનું કહેવામાં આવ્યું છે કે ૧લી કે ૨જી નવેમ્બરે હાલના કર્મચારીઓને તેમની નોકરી છોડવી પડશે અને નિમણૂકો ખાનગી કંપની દ્વારા કરવામાં આવશે. તેઓએ છ વર્ષથી કામ કર્યું છે.
ભલે તેઓ કોન્ટ્રાક્ટ પર હોય, તેમ છતાં તેમની પાસે ચોક્કસ અધિકારો છે. જ્યારે તેમને એમસીએ દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે, ત્યારે તેઓ એચઆરએ અથવા ડીએ માટે હકદાર નથી. આ એટલા માટે છે કારણ કે તમે પૂર્ણ-સમયના કર્મચારીઓ ઇચ્છતા નથી.” અરોરાએ નિર્દેશ કર્યો કે એનસીએલટી ભરતી નિયમો નિયમિતકરણની જાગવાઈ કરે છે અને જાહેરાતમાં પણ આ જ વાત જણાવવામાં આવી છે.
જા ભરતી નિયમો અને જાહેરાતમાં આ જાગવાઈ હોય, તો તેમને સંપૂર્ણપણે કેમ કાઢી મૂકવામાં આવી રહ્યા છે? આ સંપૂર્ણપણે મનસ્વી હશે અને કલમ ૧૪ અને ૧૬નું ઉલ્લંઘન કરશે. તેમણે કહ્યું, “ચેરમેનની મંજૂરી વિના કોઈને પણ તેમની નોકરીમાંથી દૂર ન કરવા જાઈએ.”
સીજેઆઇએ કહ્યું કે તેઓ કરાર આધારિત નિમણૂકોના પક્ષમાં નથી. પોતાનો અનુભવ શેર કરતા એ સમજાવ્યું કે બોમ્બેમાં એક કેસ ઉભો થયો હતો જ્યાં કરાર આધારિત કર્મચારીઓ મૂળ રિપોર્ટ લઈને ભાગી ગયા હતા, જેના કારણે દાખલ થઈ હતી. તેમને ન્યાયિક સભ્યો કે તકનીકી સભ્યોની કોઈ પરવા નથી. તકનીકી સભ્યો હજુ પણ અમુક બાબતોમાં છેડછાડ કરી રહ્યા છે.
હું આ વાત ખુલ્લી અદાલતમાં કહેવા માંગતો નથી. આ કરાર આધારિત કર્મચારીઓ ન્યાયિક સભ્યોને હેરાન કરી રહ્યા છે. તેમણે કહ્યું, “આ કરાર આધારિત કર્મચારીઓને પણ દૂર કરવા જાઈએ. આ કંપનીને પણ નાબૂદ કરવી જાઈએ.એનસીએલટી અને એનસીએલએટી બંનેના અધ્યક્ષોને સંપૂર્ણ સ્વાયત્તતા હોવી જાઈએ.”સીજેઆઇએ કહ્યું કે લોકોને ડેપ્યુટેશન પર લાવવા જાઈએ અને સરકારી વિભાગોમાંથી અનુભવી લોકોની નિમણૂક કરવી જાઈએ.