બહુચરાજી મંદિરમાં દાનની ગણતરીમાં બીજા દિવસે ૨૭.૩૯ લાખ મળ્યા, ૬ નવેમ્બર સુધી પ્રક્રિયા ચાલશે

મહેસાણા જિલ્લાના બહુચરાજી માતાજીના મંદિરમાં છેલ્લા છ મહિનાથી સ્ટોર રૂમમાં રાખવામાં આવેલી દાનની રકમની ગણતરી શરૂ કરવામાં આવી છે. ૨૮ આૅક્ટોબરથી શરૂ થયેલી આ કામગીરીના બીજા દિવસે, ૨૯ આૅક્ટોબરે ૨૭,૩૯,૬૦૦ની રોકડની ગણતરી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ ચાલી રહી છે અને તે ૬ નવેમ્બર સુધી ચાલુ રહેવાની છે.બહુચરાજી મંદિરમાં લાંબા સમયથી સ્ટોર રૂમમાં કોથળામાં ભરીને રાખવામાં આવેલી દાનની રકમની ગણતરી માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કામગીરીમાં એક નાયબ કલેક્ટર, એક મામલતદાર, બે નાયબ મામલતદાર અને ત્રણ મહેસૂલી તલાટી સહિતના અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે. આ ઉપરાંત મંદિરના ૨૧ કર્મચારીઓ અને ત્રણ બેંક અધિકારીઓ પણ ગણતરીની કામગીરીમાં જાડાયા છે.દાનની રકમની ગણતરી વ્યવÂસ્થત રીતે થાય તે માટે બે અલગ-અલગ રૂમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક રૂમમાં ચલણી નોટોને અલગ પાડવામાં આવે છે, જ્યારે બીજા રૂમમાં આધુનિક મશીનોની મદદથી નોટોની ગણતરી કરવામાં આવે છે. કડીના પ્રાંત અધિકારી જાગૃતિબેન પટેલની હાજરીમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

મંદિરના વહીવટદાર એ.કે. ઠક્કરના જણાવ્યા અનુસાર, દાનની ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકો‹ડગ કરવામાં આવી રહ્યું છે. ગણતરી પૂર્ણ થયા બાદ આ રેકો‹ડગ સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવશે.

પ્રથમ દિવસે અંદાજે ૨૦ લાખની રોકડની ગણતરી કરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે ૨૭,૩૯,૬૦૦ની રકમ ગણવામાં આવી હતી.દાનની રકમની ગણતરીની કામગીરી ૬ નવેમ્બર સુધી ચાલુ રહેવાની છે. પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા દરરોજ ગણતરી પૂર્ણ થયા બાદ તે દિવસની કુલ રકમ અને ચલણી નોટોની વિગતો જાહેર કરવામાં આવી રહી છે.