બોડેલી એ.પી.એમ.સી. ખાતે પીએમ કિસાન ઉત્સવ યોજાયો

છોટાઉદેપુર જીલ્લાના બોડેલીમાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી. ખેતીમાં સારૂં કામ કરનારા ખેડૂતોનું સન્માન કરાયું.

કાર્યક્રમમાં છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જીલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જીલ્લા વિકાસ અધિકારી અને સાંસદ જશુભાઈ રાઠવા હાજર રહ્યા હતા

સંખેડા અને છોટાઉદેપુરના ધારાસભ્યો, છોટાઉદેપુરનાં પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, બોડેલી મામલતદાર અંજનાબેન, તાલુકા પંચાયત પ્રમુખ, બોડેલી નગરપાલિકાના પ્રમુખ અને બોડેલીના એસ.ડી.એમ. પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારા ખેડૂતોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા. ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓને લઈને પણ કાર્યક્રમ યોજાયો. ઉજવણીમાં મોટી સંખ્યામાં ખેડૂતો, નગરજનો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.