
બોડેલી પોલીસે ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન હેઠળ ખોવાયેલા અને ચોરી થયેલા 4 મોબાઇલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત આપ્યા. આ ફોનની કિંમત રૂ. 1,85,999 છે.ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયના CEIR પોર્ટલ www.ceir.gov.inની મદદથી પોલીસને આ ફોન શોધવામાં સફળતા મળી હતી. અરજદારોની ફરિયાદોની તપાસ બાદ ફોન માલિકોને સોંપવામાં આવ્યા.
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી. શેખ અને બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. જીલ્લામાં ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઇલ શોધીને માલિકોને પરત આપવા સૂચના અપાઈ હતી.
બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ. બરંડાએ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કામગીરી પર નજર રાખી હતી.લાંબા સમય બાદ મોબાઇલ પાછા મળતાં અરજદારોએ રાહત અનુભવી હતી. બોડેલી પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છેના સૂત્ર સાથે આ કામગીરી કરી.