છોટાઉદેપુર જીલ્લામાં ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીઓને લઈને ગ્રામ્ય રાજકારણમાં ફરી હલચલ તેજ થવાના સંકેતો મળી રહ્યા છે. જીલ્લામાં કુલ ૩૫૪ ગ્રામ પંચાયતો અસ્તિત્વ ધરાવે છે.
અગાઉ વર્ષ ૨૦૨૫માં ૧૨૪ ગ્રામ પંચાયતોની નિયમિત ચૂંટણી અને ૬૦ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી. હવે બાકી રહેલી ૨૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં જાહેરનામાં ક્યારે બહાર પડે છે તે અંગે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી ગામના વિકાસ, સ્થાનિક પ્રશ્નો અને નેતૃત્વની પસંદગી સાથે સીધી રીતે સંકળાયેલી હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે.
સરપંચપદ સહિત ગ્રામ પંચાયતના વિવિધ હોદ્દા માટે ચૂંટણી લડવા ઇચ્છુક સંભવિત દાવેદારો અત્યારથી જ સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા અને મતદારો સાથે સંપર્ક વધારવા સક્રિય થાય તેવી શક્યતા છે. જોકે, ચૂંટણીની ચોક્કસ તારીખો અને ચૂંટણી યોજાનારી ગ્રામ પંચાયતોની સત્તાવાર યાદી જાહેર થયા બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
હાલમાં ચૂંટણીની તારીખો અને ચૂંટણી યોજાનારી ગ્રામ પંચાયતો અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. જાહેરનામું બહાર પડ્યા બાદ જ ચૂંટણીનું સમયપત્રક અને સમગ્ર પ્રક્રિયાની સ્પષ્ટતા થશે. ત્યાં સુધી છોટાઉદેપુર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને ઉત્સુકતા જળવાઈ રહેવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જી. એ આદિવાસી વિસ્તાર હોવાથી ચૂંટણીમાં સ્થાનિક વિકાસ, પાણી, રસ્તા જેવા પ્રશ્નો મહત્વના બની શકે છે. ત્યારે સરપંચના સંભવિત ઉમેદવારો માટે ગામના પ્રશ્નો મહત્વપૂર્ણ રહેશે.
છેલ્લે ૨૦૨૫માં નિયમિત અને પેટાચૂંટણીઓ યોજાઈ હતી જીલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧૨૪ ગ્રામ પંચાયતોની નિયમિત ચૂંટણી યોજાઈ હતી, જ્યારે ૬૦ ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણી યોજાઈ હતી. હવે બાકી રહેલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા અંગે ચર્ચાઓ શ થતાં ગ્રામ્ય રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધી રહી છે. ચૂંટણીની જાહેરાત થતાં જ ગામેગામ સંભવિત ઉમેદવારોની દાવેદારી, સ્થાનિક સમીકરણો અને મતદારોના વલણ અંગે ચર્ચાઓ વેગ પકડે તેવી શક્યતા છે.