કાલોલ સેટકો જમીન પરત મેળવવા ત્રીજા દિવસે પણ ઉપવાસ ચાલુ

સેટકો કંપની પાસેથી પોતાની જમીન પરત મેળવવા માટે વિજયભાઈ વણકર દ્વારા શ‚ કરાયેલા પ્રતીક ઉપવાસ ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા. આ દરમિયાન જાહેર રસ્તે ઊભેલી કંપનીની બસોને ટ્રાફિક પોલીસે મેમો આપ્યો હતો.

આક્ષેપ છે કે, ઉપવાસ સ્થળે સ્ટાફને લાવવા-લઈ જતી કંપનીની લક્ઝરી બસો જાહેર રસ્તા પર પાર્ક કરવામાં આવતી હતી. તેના કારણે ટ્રાફિકને અડચણ થતી હતી.

વિજયભાઈ વણકરે આ અંગે જીલ્લા ટ્રાફિક શાખામાં ફોન કરીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ટ્રાફિક પોલીસની ટીમ સ્થળે પહોંચી અને રસ્તા પર અડચણ‚પ ઊભેલી બસો સામે કાર્યવાહી કરી મેમો આપ્યો હતો.

બીજી તરફ, વિજયભાઈ વણકરને થઈ રહેલા અન્યાય સામે સમર્થન આપવા સાવલી તાલુકાના અગ્રણી વકીલો અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ઉપવાસ સ્થળે પહોંચ્યા હતા.