ઘોઘંબાના ગોયાસુંડલ ગામ બાઈક પર લઈ જવાતા દારૂ સાથે એક ઈસમને ઝડપ્યો

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ગોયાસુડલ ગામે રાજગઢ પોલીસે દારૂ લઈ જતા એક શખ્સને ઝડપી પાડ્યો. તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનાં કુલ ૧,૧૫૨ નંગ મળ્યાં. પોલીસે દારૂ અને બાઈક સહિત કુલ રૂ.૩,૦૬,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યો.

પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ કાટુ ચોકડી તરફથી ગોયાસુડલ ગામના જંગલ માર્ગે પાંચપથરા તરફ બજાજ પલ્સર પર દારૂ લઈ આવવાનો છે. આ બાતમીના આધારે રાજગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ આર.એસ. રાઠોડ અને પોલીસ સ્ટાફે ગોયાસુડલ ગામ નજીક વોચ ગોઠવી નાકાબંધી કરી હતી.

પોલીસે બાતમી મુજબની બજાજ પલ્સર પર આવતા શખ્સને રોક્યો હતો. તપાસમાં ભારતીય બનાવટના વિદેશી દા‚ની બીયર ટીન અને ક્વાર્ટર બોટલ મળી કુલ ૧,૧૫૨ નંગ મળ્યાં હતાં.

પોલીસે રૂ.૨,૫૬,૯૨૦ની કિંમતનો દારૂ અને રૂ.૫૦,૦૦૦ની બજાજ પલ્સર મોટરસાઇકલ કબજે કરી હતી. મોટરસાઇકલનો નંબર જીજે-૨૦-એએન-૫૬૩૯ છે. આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.