સંજેલી વાણીયા ઘાટી જંગલના કૂવામાં પડેલ દીપડાનું વન વિભાગે રેસ્ક્યૂ શરૂ કર્યું

સંજેલી તાલુકાના વાણીયા ઘાટી જંગલ વિસ્તારમાં આવેલા કૂવામાં દીપડો પડ્યો હતો. વહેલી સવારે કૂવામાંથી અવાજ સાંભળીને સ્થાનિકોએ તપાસ કરી, ત્યારે અંદર દીપડો દેખાયો. વન વિભાગની ટીમે તેને બહાર કાઢવા રેસ્ક્યૂ શ‚ કર્યું.

સ્થાનિક ખેડૂતો વહેલી સવારે ખેતર પાસેથી પસાર થઈ રહ્યા હતા. કૂવામાંથી અવાજ આવતાં તેમણે અંદર જોયું અને દીપડો દેખાયો. આ વાત આસપાસનાં ગામોમાં ફેલાતાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જાણ થતાં સંજેલી વન વિભાગના અધિકારીઓ અને રોજમદારોની ટીમ સ્થળે પહોંચી હતી. દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો પણ ત્યાં આવ્યા હતા. દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શ‚ કરવામાં આવી.

કૂવામાં દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગ‚પે કૂવો ઢાંકી દેવામાં આવ્યો છે. કૂવામાં પાણીનું પ્રમાણ ઓછું હોવાનું જાણવા મળ્યું છે. લોકોની અવરજવર અને અવાજને કારણે રેસ્ક્યૂ દરમિયાન સાવચેતી રાખવામાં આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દીપડો ગત રાત્રે શિકારની શોધમાં નીકળ્યો હતો અને અજાણતાં કૂવામાં પડી ગયો હોવાની આશંકા છે. સાંજના અથવા રાત્રિના શાંત વાતાવરણમાં તેને બહાર કાઢવાની કામગીરી થઈ શકે છે. જંગલ વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવા વન્યજીવો માટે જોખમી બની રહ્યા છે. આવા કૂવાઓને સુરક્ષિત કરવા તંત્ર પગલાં લે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.