સંખેડાના હરેશ્ર્વર વસાહત માંથી ગેરકાયદે પિસ્તોલ સાથે યુવકને ઝડપ્યો

છોટાઉદેપુર SOG એ સંખેડા તાલુકાના હરેશ્વર વસાહતમાંથી લાઇસન્સ વગરની પિસ્તોલ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી. ATS અને કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત તેમજ વડોદરાના IGP સંદીપસિંહ અને SP ઇમ્તીયાઝ શેખની સૂચનાથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર ધરાવતા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી હતી. SOG PSIને મળેલી ખાનગી બાતમીના આધારે સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના હરેશ્વર વસાહત ખાતે રેઇડ કરવામાં આવી હતી.

રેઇડ દરમિયાન ગુજરીયાભાઈ સાંગાભાઈ રાઠવાના કબજામાંથી લાઇસન્સ-પરવાના વગરની એક પિસ્તોલ મળી આવી હતી. આ પિસ્તોલની અંદાજિત કિંમત રૂ. 25 હજાર આંકવામાં આવી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં SOG PSI, ASI, HC સહિતનો સ્ટાફ જોડાયો હતો.પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે આગામી દિવસોમાં પણ સઘન કાર્યવાહી ચાલુ રહેશે.