
બોડેલી રેલવે ફાટક પર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ટ્રેન પસાર થયા બાદ પણ ફાટકનો એક તરફનો ગેટ ઊંચો થયો ન હતો. આ ઘટનાને કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
પરિસ્થિતિને જોતા, રેલવે કર્મચારીએ જાતે જ બંધ પડેલા ગેટને ઊંચો કરીને ફાટક ખોલ્યો હતો. આનાથી વાહનોની અવરજવર ફરી શ થઈ હતી અને સંભવિત અકસ્માત ટળી ગયો હતો.આ ફાટક પર વારંવાર ટેક્નિકલ ખામી સર્જાતી હોવા છતાં તેની યોગ્ય મરામત ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરીને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.