સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ૨૦ વર્ષની સખત કેદ ૫૦,૦૦૦ નો દંડ ફટકાર્યો

કેસની ટૂંકમાં હકીકત એમ છે. કે -દાહોદ જીલ્લા નાં એક ગામ માં રહેતી સગીરવય ની ભોગ બનનાર દિકરીને આરોપી. ભાથીભાઈ પ્રતાપ ભાઈ ગરાણીયા. રહેવાસી, સંતરામપુર. ભાનસીમળ કુંડ ફળીયુ. જી. મહીસાગર નાં ની આશરે દોઢેક વર્ષ પહેલા પત્ની તરીકે રાખવા ભગાડી લઈ જઈ અલગ-અલગ જગ્યા એ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરેલ. જેની ફરીયાદ ભૌ.બ.નાં પિતાએ દાહોદ રુલર પોલીસ સ્ટેશન માં કરેલ. ત્યારબાદ તપાસ કરનાર અમલદાર તપાસ કરી આરોપી ભાથીભાઈ પ્રતાપભાઈ ગરાસીયા ની ધરપડ કરી. પોલીસે તમામ પુરાવા એકત્ર કરી નામદાર સ્પેશયલ પોકસો કોર્ટે માં ચાર્જશીટ કરેલ. ત્યારબાદ સદર કેસ દાહોદ ની સ્પેશયલ પોકસો કોર્ટ ચૌથા એડી. જજ સાહેબ. એચ. પી.પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રી. દ્વારા રજૂ કરેલી ડોક્યુમેન્ટરી પુરાવા તથા મૌખિક પુરાવા તથા સરકારી વકીલ શ્રી. ટી.ના. સોની ની દલીલો ધ્યાને લઈ નામદાર. સ્પેશયલ પોકસો કોટ નાં જજ. એચ. પી. પટેલ  આરોપી ભાથીભાઈ પ્રતાપભાઈ ગરાસીયા ને ૨૦ વર્ષની સખત કેદ તથા રૂા. ૫૦,૦૦૦/- દંડ તથા  ભોગ બનનાર દિકરીને વળતર પેટે રૂા. ૪,૦૦,૦૦૦/આપવાનો હુકમ કરેલ છે.