
દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ દાહોદ દ્વારા તારીખ ૨૦-૦૮-૨૦૨૬ વાર ગુરુવારે સ્થળ સરકારી દવાખાના ઝાલોદ ખાતે સવાર ના 9-00 થી 1 વાગ્યા સુધિ મોતિયાના મફત ઓપરેશન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે રોજ સવારના 8 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી સરકારી દવાખાના ઝાલોદ ખાતે મોતિયાના મફત તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ નેત્રયજ્ઞ ઝાલોદ શહેર અને આસપાસના ગામોના ગરીબ અને જરૂરિયાતવાળા લોકો લાભ લે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ નિદાન કેમ્પમાં મોતિયા ઝામર ત્રાંસી આંખ પડદા પરવાળા બાળ મોતીયા તમામ આંખની તકલીફ વાળા દર્દીઓની તપાસ કરી દ્રષ્ટિ નેત્રાલય ખાતે ઓપરેશન વાળા દર્દીઓ માટે જમવાનું રહેવાનું તેમજ નેત્રમણી સાથે અત્યંત આધુનિક અને અધતન સગવડો થી સુસજજ દ્રષ્ટિ નેત્રાલય ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે તપાસ કરાવવા આવનાર દર્દીઓએ રાશનકાર્ડ તેમજ આધાર કાર્ડ ની ઝેરોક્ષ સાથે એક સગાને લાવવો ફરજિયાત છે ઓપરેશન વાળા દર્દીઓને દ્રષ્ટિ નેત્રાલયના વાહન દ્વારા દ્રષ્ટિ નેત્રાલય ચાકલિયા રોડ દાહોદ ખાતે લઈ જવામાં આવશે દ્રષ્ટિ નેત્રાલય દાહોદના પ્રબંધક ડાયરેકટર ડોક્ટર શ્રેયાબેન મેહુલભાઈ શાહ દ્વારા આ અંધાપા નિવારણમાં સ્વયં લોકો લાભ લે તેમજ છેવાડાનો માણસ અંધ ના રહી જાય તે માટે ગુરુવારે ઓપરેશનની સગવડ રાખવામાં આવેલ છે