
પશ્ર્ચિમ રેલ્વેના રતલામ મંડળે મુસાફરોની વધતી સંખ્યા અને પ્રવાસની ગતિને ધ્યાનમાં રાખીને ૧૦ જોડી વિશેષ ટ્રેનોના ફેરા ફરી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને બિહાર તરફ મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત મળશે.
પશ્ર્ચિમ રેલ્વે રતલામ મંડળના જનસંપર્ક અધિકારી મુકેશ કુમારે જણાવ્યુ કે, વિશેષ ભાડા પર દોડતી ૧૦ જોડી સ્પે.ટ્રેનોના સંચાલનની સમય મર્યાદા ઓગસ્ટ-૨૦૨૬ સુધી વધારવામાં આવી છે. તેમાં મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોૈર, ઈન્દોૈર-હઝરત નિઝામુદ્દીન, બાંદ્રા ટર્મિનસ-ભિવાની, મુંબઈ સેન્ટ્રલ-ભિવાની, મુંબઈ સેન્ટ્રલ-કાનપુર અનવરગંજ, અમદાવાદ-પટણા, ઉધણા-અયોધ્યા કેન્ટ તથા ગાંધીધામ-ભાગલપુર જેવી મહત્વપુર્ણ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ પૈકી કેટલીક ટ્રેનો ૫ ઓગસ્ટથી શ થઈ ૩૧ ઓગસ્ટ સુધી વિવિધ તારીખો સુધી દોડશે. ટ્રેનોના વિસ્તૃત ફેરા માટેની બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઈટ પર શ કરી દેવામાં આવી છે. મુસાફરોને ટ્રેનના સમય, રોકાણ અને કોચની રચના અંગેની વિગતવાર માહિતી માટે ભારતીય રેલ્વેની સત્તાવાર પુછપરછ વેબસાઈટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. રેલ્વેના આ નિર્ણયથી તહેવારો અને વધતી મુસાફરી દરમિયાન મુસાફરોને વધુઅનુકુળતા મળશે.