ઘોઘંબાના આંબલીખેડામાં ખેતરમાં મોટર ચાલુ કરતા વીજ કરંટ લાગવાથી આધેડનુ મોત

ઘોઘંબા તાલુકાના આંબલીખેડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રાજેશભાઈ પ્રભાતસિંહ પરમાર પોતાના મોટાભાઈ સુરેશભાઈ પરમાર સાથે સવારના સમયે પોતાના ખેતરમાં ડાંગરના ધ‚વાડિયામાં પાણી મુકવા ગયા હતા. રાજેશભાઈ ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા તે સમયે અચાનક વીજ વાયરથી કરંટ લાગતા તેઓ બુમો પાડીને જમીન પર ઢળી પડ્યા હતા. કરંટ લાગતા જ નજીકમાં કામ કરી રહેલા ભાઈ સુરેશભાઈએ લાકડાના ફટકા વડે ઈલેકટ્રીક વાયરથી તેમણે અલગ કર્યા હતા. અને આસપાસના લોકોને બોલાવી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ઘોઘંબા સરકારી દવાખાને ખસેડ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સુરેશભાઈ પ્રભાતસિંહ પરમારે રાજગઢ પોલીસ મથકે જાણ કરતા પોલીસે આ બાબતે એડી નોંધી મૃતદેહને પી.એમ.અર્થે ખસેડી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.