પાવી જેતપુરના ઘૂંટણવડમાં દીપડો પાંજરે પુરાયો વન વિભાગે જબુગામ રેસ્ક્યુ સેન્ટર ખસેડશે

પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામની નવી વસાહતમાં દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. આથી, વન વિભાગે પ્રવીણભાઈ અમરસિંહ રાઠવાના ઘર નજીક મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું.

વહેલી સવારે મારણની લાલચે દીપડો પાંજરામાં ફસાયો હતો. વન વિભાગને આ કામગીરીમાં સફળતા મળતા નવી વસાહતના રહીશોએ રાહત અનુભવી હતી, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના ભયને કારણે લોકોમાં ચિંતા હતી.

દીપડો પકડાયાની જાણ થતાં વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ‚રી કાર્યવાહી બાદ દીપડાને વધુ સારવાર અને નિરીક્ષણ માટે જંબુગામ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગે ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા અને જંગલી પ્રાણીઓ દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવા અપીલ કરી છે. દીપડો પકડાતા સમગ્ર વિસ્તારમાં રાહતની લાગણી પ્રસરી હતી.