
જોજવા ખાતે આડબંધ ઓવરફ્લો થયો.
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના જોજવા ખાતે ઓરસંગ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો છે. આ ઘટનાને પગલે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા.
જીલ્લામાં ગઈકાલ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. અવિરત વરસાદના કારણે નદી-નાળાઓમાં પાણીની આવક વધી હતી. છોટાઉદેપુર જીલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં પૂર આવતા તે બે કાંઠે વહેતી થઈ હતી. ઓરસંગ નદી બે કાંઠે થતા જોજવા ખાતે ગાયકવાડી શાસનકાળ દરમિયાન બનાવેલો આડબંધ છલકાઈ ગયો હતો. આ દ્રશ્યો જોવા માટે પંથકના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.