પાવાગઢ ખાતે આવેલ લકકી ગેસ્ટ હાઉસમાં એસ.ઓ.જી.પોલીસના ચેકીંગ દરમિયાન ગેસ્ટ હાઉસના રીસેપ્શન ઉપરના ઉતારુંઓના રજીસ્ટરમાં ગેન્ટ્રી નહી કરી તેમજ એન્ટ્રીઓ પથીક સોફટવેરમાં ઓનલાઈન નહી કરી જાહેરનામાનો ભંગ કર્યો હોય આ બાબતે ફરિયાદ નોંધાવા પામી છે.
પાવાગઢ ખાતે આવેલ લકકી ગેસ્ટ હાઉસમાં એસ.ઓ.જી.પોલીસની તપાસ દરમિયાન આરોપી અબ્દુલ ગફાર અબ્દુલ રજાક શેખએ પોતાના ગેસ્ટ હાઉસના રીસેપ્શન ઉપરના ઉતારુઓના રજીસ્ટરમાં એન્ટ્રીઓ નહી કરી તેમજ એન્ટ્રીએ પથીક સોફટવેરમાં ઓનલાઈન નહી કરી જીલ્લા મેજીસ્ટેટના જાહેરનામાનો ભંગ કરેલ હોય આ બાબતે પાવાગઢ પોલીસ મથકે જાહેરનામાનો ભંગની ફરિયાદ નોંધાવા પામી છે.