દે.બારીયા શહેરના કસ્બા ભે દરવાજા ઉસ્લુલ્લાહ શાહ બાબાના આસ્તાના પર તા.27/05/2025ના શનિવારના રોજ શાહે હિન્દોસ્તા અતાએ રસુલ ખ્વાજીએ ખ્વાજા મોહયુદ્દીન હશન સંબી ચિસ્તીના સાલાના ઉર્સના મોકા પર છઠ્ઠી શરીફની ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા કસ્બા ભે દરવાજાના યુવાનોના ચીસ્તીયા ફ્રેન્ડ સર્કલના દ્વારા ન્યાઝ જેમાં દુધ, કોલ્ડ્રીંકસ તથા ખીરમાં ડ્રાય ફ્રુટ નાખીને તમામ નાના-મોટા તથા ફ્રેન્ડસના એકબીજાના ધરો સુધી વહેંચણી કરવામાં આવી હતી. ખ્વાજા અખંડ ભારત હતું ત્યારે હિન્દુસ્તાનમાં અજમેર શરીફના પૃથ્વીરાજવીના સમયે આવ્યા હતા. ત્યારે રામના સૈનિકોએ ખ્વાજાને ત્યાંથી ઉડી જવાની અને અજમેરને છોડી જતું કહેવાનો હુકમ આયો તો ખ્વાજા માત્ર રાજા કે ઉંટ ઔર હાથી બૈઠે હી રહેશેગે બોલીને ઉઠી ગયા હતા. બીજા દિવસે રાજાના સૈનિકોના ધોડા, ઉંટ, હાથી તેજ જગ્યા પરથી ઉડી શકયા ન હતા. ત્યારબાદ રાજાએ જાતે આવીને માફી માંગી ત્યારબાદ રાજાના સૈનિકોના ઉંટ, ધોડા, હાથીઓ ઉભા થયા હતા. કરામતને જોઈ સૌએ કોઈ દંગ રહી ગયા હતા. ત્યારબાદથી ખ્વાજા ખ્વાજા હિન્દલ વલીના નામે પ્રખ્યાત થયા.