“મેરી ગાડી કિસી ભી ચેકપોસ્ટ પર નહીં રૂકતી”ની ડંફાસો હુમલાખોરને ભારે પડી સ્ટ્રે પર નહીં ચૂકતી ખી

આજ તું મરેગા’કહી ખાખી પર હુમલો કરનાર અંકુશ ડામોર આખરે પોલીસ ગિરફતમાં.

કતવારા પી.આઈ ગાવિતને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા.

કતવારા પોલીસ સ્ટેશનના હવે જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ ગાવીત પર હુમલો કરનાર હુમલાખોર મધ્યપ્રદેશના ઝાબુઆના અંકુશ ડામોરને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી. જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર કતવારા પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ.ગાવીત તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમ ગતરોજ મધરાતે કતવારા પોલીસ મથકની હદમાં આવતી અને મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરતી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશમાં ઝાબુઆ જીલ્લાના કયડાવદ બડી ગામના માથાભારે ચાલક અંકુશભાઈ હેમરાજભાઈ ડામોર તેના કબજાની એમ એચ-18-બીજી-1820 નંબરની આઈસર ગાડી લઈ મધ્ય પ્રદેશ બાજુથી આવ્યો હતો અને ચેકપોસ્ટ પર પોલીસને જોયા છતાં તેને પોતાની ગાડી ઉભી રાખ્યા વિના પુરપાટ દોડાવી મૂકી હતી, જેથી વાહન ચેકિંગમાં ઉભેલ કતવાર પોલીસની ટીમે સરકારી બોલેરો ગાડીથી અંકુશ ડાભોરની આઇસર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી થોડે દૂર આઇસર ગાડી ઉભી રખાવી તેના ડ્રાઈવર અંકુશ ડામોરની પૂછ પરછ કરવા જતા પીઆઈ ગાવિત સાથે અંકુશ ડામોર ધક્કામુકી પર ઉતરી આવ્યો હતો અને રોડની સાઈડના મકાઈના ખેતરમાં અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો. જેથી કતવારા પીઆઈ ગાવીત અને કપિલભાઈ નામના હોમગાર્ડે તેનો પીછો કરતા હોમગાર્ડ કપિલભાઈ અંધારામાં પગમાં ઠેસ વાગતા નીચે પડી ગયો હતો. જ્યારે પીઆઇ ગાવીતે પોતે એકલાએ અંકુશ ડામોરનો પીછો કરતા મોકો જોઈ અંકુશ ડામોરે નીચે પડેલ મોટો પથ્થર ઉઠાવી પીઆઇ ગાવીતને મારતા ગાવીતને જમણી આંખના ઉપરના ભાગે ગંભીર થવા પામી હતી. તેમ છતાં પીઆઈ ગાવીતે હાર ન માની અંકુશ ડામોરને પકડવાની કોશિશ કરતા, અંકુશ ડામોરે, આજ તું મરેગા, તેમ કહી જાનથી મારી નાખવાના ઈરાદે ફરીવાર પી.આઈ ગાવીત ઉપર હાથ ઉઠાવવા જતા

બંને વચ્ચે ઝપાઝપી થતા બંને જણા નીચે પડી ગયા હતા. તે વખતે અંકુશ ડામોરે બાજુમાં પડેલ પથ્થર લઈ પીઆઈ ગાવિતને માથાના ભાગે મારવા જતા પાછળથી ત્યાં આવી પહોંચેલો હોમગાર્ડ કપિલભાઈએ અંકુશ ડામોરને ધક્કો મારી નીચે પાડી દેતા, અંકુશ ડામોર અંધારાને લાભ લઈ ત્યાંથી નાસ છૂટ્યો હતો. જેને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયો હતો. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત પી.આઈ ગાવિતને સારવાર માટે દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ.ગાવીતની ફરિયાદ ને આધારે કતવારા પોલીસે ખાખી પર હુમલો કરના હુમલાખોર અંકુશ હેમરાજ ભારતીય સહિતા 2023ની કલમ 281,109(1),121(2),132 મુજબ પોલીસ અધિકારીની કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હુમલો કરવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.