હાલોલના મસવાડ થી વાસડા રોડ ઉપર બુલેટ ચાલકે બાઈકને ટકકર મારી પાડી દેતાં હાથમાં ફેકચર કર્યું

હાલોલ તાલુકાના મસવાડ થી વરસડા વજીર તળાવ નજીક રોડ ઉ5રથી પસાર થતા બુલેટ મોટર સાયકલ ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો. ફરિયાદીની બાઈકને સામેથી ટકકર મારી નીચે પાડી દઈ ઈજાઓ તેમજ હાથના ભાગે ફેકચર કરી ગુનો કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામી છે.

હાલોલ તાલુકાના મસવાડ થી વરસડા વજીર તળાવ નજીક રોડ ઉપરથી બુલેટ મોટર સાયકલ જીજે.06.એલએમ. 9890નો ચાલક લઈને પુરઝડપે પસાર થતા હતા અને ફરિયાદી ગણપતભાઇ વરસનભાઇ રાઠવાની બાઈક નંબર જીજે.17. સીકયુ.4805ને સામેથી ટકકર મારતા ફરિયાદી બાઈક સાથે રોડ ઉપર પાડી ગયા હતા અને શરીરે ઈજાઓ પહોંચાડી તેમજ જમણા હાથે ફેકચર કરી ગુન્હો કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામી છે.