નસવાડી તાલુકાના ૫ીપલવાણી ગામના પાંચ ફળિયાને જોડતા રસ્તા આઝાદીના આટલા વર્ષો પછી પણ બન્યો ન હોવાથી ગ્રામજનોએ ઢોષવલ વગાડીને પાકા રસ્તાની માંગણી કરી છે.
પીપલવાણી ગામમાં ધાટા ફળિયા, નિશાળ ફળિયા, બુડા ફળિયા, મોરાફરી ફળિયા, ટેકરા ફળિયા આમ પાંચ ફળિયા આવેલા છે. જેમાં ૫૦૦થી વધુ લોકોની વસ્તી આવેલી છે.પીપલવાણી ગામના બે થી ત્રણ કિ.મી.વિસ્તારમાં ફેલાયેલુ છે. અને ગામના પાંચ ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાની સુવિધા મળી નથી. આજે પણ કાચો રસ્તો હોવાથી ગ્રામજનોને મુશ્કેલી પડે છે. ગામમાં ઈમરજન્સી સેવા ૫હોંચી શકતી ન હોવાથી દર્દીને ઝોલીમાં નાંખી લઈ જવી પડે છે. જેના કારણે ધણીવાર દર્દીનુ મોત નીપજે છે. ચોમાસાની ઋતુમાં તો પસાર થવાનુ પણ મુશ્કેલ બની જાય છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમારે મતદાન કરવા માટે બે-બે કિ.મી.દુર પ્રાથમિક શાળાએ કાચા રસ્તે ચાલીને જવુ પડે છે તો પણ અમે મતદાન કરવા જોઈએ છે. અમે મતદાનનો બહિષ્કાર નથી કરતા કેમ કે, અમને આશા છે કે, જો અમે મતદાન કરીશુ તો નેતાઓ અમારા ગામની મુલાકાત લેશે અને અમારા ગામના ૫ાંચ ફળિયાને જોડતા રસ્તા બનાવી આપશે પરંતુ છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંતના સમયથી અમે મતદાન કરીએ છીએ પરંતુ ના તો ધારાસભ્ય, સાંસદ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ અમારા ગામની મુલાકાત લીધી છે.ગ્રામજનો રસ્તાની સુવિધા આપવા માંગ ઉઠવા પામી છે.