નસવાડી તાલુકાની તણખલા એક નંબરની આંગણવાડીનુ મકાન વર્ષો જુનુ અને જર્જરિત બનતા બે વર્ષ પહેલા તોડી નાંખ્યુ હતુ. પરંતુ હજુ સુધી નવા આંગણવાડીના મકાનની કામગીરી શ નહિ થતાં આંગણવાડી કાર્યકરના મકાનમાં બાળકોને બેસાડવા આંગણવાડી કર્મચારી મજબુર બન્યા છે.
તણખલા ગામે એક નંબરની આંગણવાડીમાં ૧૦ જેટલા બાળકોની રજીસ્ટર સંખ્યા છે. આ આંગણવાડીનુ મકાન વર્ષો જુનુ અને જર્જરિત હોવાથી આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીનુ મકાન તોડી નાંખ્યુ હતુ. ત્યારબાદ આંગણવાડીનુ મકાન નહિ બનતા આંગણવાડી કર્મચારીના ધરે છેલ્લા બે વર્ષથી ચલાવે છે. આંગણવાડી કર્મચારીને મકાન ભાડું આપવાની વાત કરી હતી. પરંતુ આજદિન સુધી મકાનનુ ભાડું પણ આપ્યુ નથી. છેલ્લા બે વર્ષથી નસવાડી તાલુકા પંચાયત અથવા તો પંચાયત માર્ગ મકાન વિભાગ અને આઈસીડીએસ વિભાગ નવુ આંગણવાડીનુ મકાન બનાવવા માટે કાર્યવાહી નહિ કરાતા નાના ભુલકાઓને આંગણવાડીનુ શિક્ષણ મેળવવા મુશ્કેલી પડે છે.તણખલા ગામે એક નંબરની આંગણવાડીનુ મકાન બનાવવા તંત્રના અધિકારીઓને રસ નથી.