નસવાડીના જીતનગર થી પંખાડાનો 6 મહિના પહેલાં બનેલ ડામર રોડ તોડી નખાયો

સરકારે એકબાજુ આદિવાસી વિસ્તારમા આઝાદીના વર્ષોપછી પાકા ડામર રોડ બનાવ્યાછે. પરંતુ એક વિકાસના કામ કરવામા બીજા વિકાસ લક્ષીકામને કોઈને વિશ્ર્વાસમા લીધા વગર બસ પોતાની મન મરજીથી કામગીરી કરવી એ કેટલું યોગ્ય કહેવાય ? કેમ કોઈ કહેવા વાળું નથી ? નસવાડી તાલુકાનાઅનેક ગામોમાં પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે.

જે કામગીરી દરમ્યાન નસવાડીના જીતનગરથી પંખાડા ગામ સુધી ડામર બને હજુ માંડછ મહિના થયા હશે. ત્યાં તોપાઇપ લાઈન નાખવાનીકામગીરી દરમ્યાન ડામર રોડની બાજુમા પાઇપ લાઈન નખાઈ હતી. એમાં રોડ ઉપર માટીનાખી અને કેટલીક જગ્યાએનવીન ડામર રોડ તોડી પડાયોછે. જેને લઈ ગ્રામજનો સરપંચરોષ વ્યક્ત કર્યો છે.

એક વિકાસ લક્ષી કામગીરીકરતા પહેલા નથી ગ્રામપંચાયતના સરપંચને જાણ કરાતીકે અન્ય લોકોને જાણ કરાતી. બસ જેસીબી લઈ જવાનું,સરકારી કામ એટલે આડેધડજેસીબીથી પાઇપ લાઈનનાખવાની કામગીરી જલ્દી પૂર્ણકરો તેવો ઘાટ સર્જાયો છે. એમાંડામર રોડ તોડે તો ઉપર આડેધડઆરસીસી માલ નાખી એ રોડનેવાહન અવર જવર કરે એવો કરીદેવાનો. પરંતુ એ આરસીસી માલનાખ્યા બાદ તેના ઉપર નથી કોઈલાઈન લેવલીગ કરાતું કે નથીપાણી છટાતું. પછી ત્યાં ખાડા પડીજાય છે. જેને લઈ વિસ્તારનાલોકોમા ભારે રોષ ઉઠ્યો છે.

રોડ તોડવાની મંજૂરીઆપી છે કે નથી તેતપાસનો વિષય નસવાડી પંચાયત આર એન્ડ બીનાનવીન બનેલા રોડ પાણીની લાઈનોનાખવા તોડાઈ રહ્યા છે. મોટી મોટીએજન્સીઓ આડેધડ કામગીરી કરેછે. ડામર રોડ ઉપર માટી નખાય છે.પછી એની પૂરતી સફાઈ નથીકરાતી. પંચાયત આર એન્ડ બીડામર રોડ તોડવાની મંજૂરી આપી કેનથી તે તપાસનો વિષય બન્યો છે.અગાઉના ઈજનેરો આડેધડ કામકરતા હોઇ જેસીબી મશીનનીચાવીઓ લઈ પોલીસ સ્ટેશન સુધીમામલો લઈ ગયેલ. હમણાંનાઈજનેરો આડેધડ રોડ તોડનારા સામેકડક પગલાં કેમ નથી ભરતા એવિસ્તારમા પ્રશ્ર્નો ઉઠ્યો છે.

નિયમ મુજબ કાર્યવાહી કરવી જોઇએ, પાણીની લાઈન કરવાની હતી તો અમને પૂછવું જોઈએ. ગ્રામજનોનેપૂછવું જોઈએ. આતો કોઈ કઈ કેહવા વાળું નથી. ખરેખર તો સરકારેકરોડોના ખર્ચે રોડ સુવિધાને લઈ બનાવી આપ્યો છે એનું નુકશાન કર્યું છે. હવે અમે હેરાન થઈશું એ અલગ નિયમ મુજબ કાર્યવાહી કરવી જોઇએ. આડેધડ કામગીરી તો જેતે કામગીરી કરનારા ન કરે. પાણીનીલાઈન અમને બતાવતા તો વ્યવસ્થિત જગ્યાએથી અમે કરાવતા. નસવાડીપંચાયત આર એન્ડ બી એવા કામગીરી કરનારાઓ સામે પગલાં ભરે. રોડફરી બનાવી આપશે ? :- રમણભાઈ તડવી, સરપંચ, જીતનગર પંચાયત…