છોટાઉદેપુર જીલ્લામાં રવિ પાકોમાં સૌથી વધુ 22926 હે.માં મકાઈનું વાવેતર

છોટાઉદેપુર જીલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશમાં આ વર્ષે રવિ વાવેતર વધ્યું છે. 37522 હેકટર જમીનમાં વાવણી સંપન્ન થઈ છે. ઘઉં, મકાઈ, ચણા, તુવેર જેવા ખેતીના પાકોની વાવણી થઈ છે. સંખેડા સહિત છોટાઉદેપુર જીલ્લામાં ઓક્ટોબર મહિનાના છેલ્લા સપ્તાહમાં કમોસમી વરસાદ વરસે હતો. આ કમોસમી વરસાદને કારણે રવિ વાવેતરને ઘણું જ મોટું નુકસાન થયું હતું. જેને કારણે ખેડૂતોને ફરી પાછી વાવણી કરવાની ફરજ પડી હતી.

છોટાઉદેપુર જીલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ 31,934 હેક્ટર જમીનમાં રવિ પાકની વાવણી થાય છે. પરંતુ આ વર્ષે આ છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કરતા પણ ઘણું જ વધારે વાવેતર છોટાઉદેપુર જીલ્લામાં અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. છોટાઉદેપુર જીલ્લામાં કુલ 37,522 હેક્ટરમાં રવિ પાકોની વાવણી થઈ છે. આજે વાવણી થઈ છે. તેમાં ઘઉં, જુવાર, મકાઈ, ચણા, તુવેર, શાકભાજી ઘાસચારો વિગેરે પાકોની વાવણી થઈ છે. છોટાઉદેપુર જીલ્લામાં રવિ સિઝનમાં જે વાવણી થઈ છે, તેમાં સૌથી વધુ વાવેતર મકાઈનું થયું છે. સંખેડા તાલુકાના બાદ કરતા અન્ય તમામ તાલુકાઓમાં મકાઈની વાવણી સારા એવા પ્રમાણમાં થઈ છે. આ વિસ્તારના લોકો ખોરાકમાં મકાઈનો વધારે ઉપયોગ કરે છે.