મોરવા(હ) તાલુકાના કેલોદ ગામે રોડ ઉપર ફોર વ્હીલનો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને ઝાડના છાયડામાં ઉભેલ ૫૫ વર્ષીય મહિલાને ટકકર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી મોત નિપજાવી ફોર વ્હીલ મૂકી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
મોરવા(હ) તાલુકાના કેલોદ ગામે રોડ ઉપર થી પસાર થતી ફોર વ્હીલ ગાડી નં.જીજે.૦૭.ડીઈ.૯૯૬૦નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને રોડ સાઈડમાં ઝાડના છાયડામાં ઉભા રહેલા આરમબેન રયજીભાઇ બારીયા ઉ.વ.૫૫ (રહે. કેલોદ, રાવત ફળીયા)ને ટકકર મારી અડફેટમાં લઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર માટે ખસેડતા મોત નિપજાવા પામ્યું હતું. અકસ્માત સર્જનાર ચાલક વાહન છોડી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.