હાલોલ કાળીભોઈ ત્રણ રસ્તા પાસે મોબાઈલ ફોનમાં એપ દ્વારા ક્રિકેટ કસીનો સટ્ટો રમાડતા ઈસમને ઝડપ્યો

હાલોલના કાળીભોઈ ત્રણ રસ્તા પાસે જાહેરમાં આરોપી પોતાના મોબાઈ ફોનમાં સફારી બ્રાઉઝરમાં લીક ઉપર અલગ-અલગ આઈ.ડી. બનાવી ક્રિકેટ તથા કસીનો સટ્ટા બેટીંગના જુગાર રમાડતા હોય પોલીસે રેઈડ કરી આરોપીને મોબાઈલ ફોન કિંમત ૧,૫૦,૦૦૦/- તથા રૂ.૪૦૦ રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

હાલોલ પાવાગઢ બાયપાસ રોડ સફામરવા પાર્કમાં રહેતા આરોપી અયાત જાબીરભાઇ ધોબી હાલોલ કાળીભોઈ ત્રણ રસ્તા પર જાહેરમાં પોતાના મોબાઈલ ફોનમાં સફારી બ્રાઉઝરમાં લીક ઉપર અલગ-અલગ આઈ.ડી. બનાવી હતી અને ક્રિકેટ તથા કસીનો સટ્ટો બેટીંગનો જુગાર રમાડતાો હોય તેવી બાતમીના આધારે હાલોલ ટાઉન પોલીસે છાપો મારી આરોપીને ઝડતી ૧ મોબાઈલ ફોન કિંમત રૂ.૧,૫૦,૦૦૦/-તથા રોકડા રૂ.૪૦૦/- મળી કુલ રૂ .૧,૫૦,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.