ગોધરાના ઓવેસી ગ્રાઉન્ડમાં જુગાર રમતા ૩ જુગારીયા ઝડપાયા

ગોધરા શહેરના ઓવેસી ગ્રાઉન્ડમાં ખુલ્લીઅ ને જાહેરમાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી ૩ ઈસમોને રૂ .૧૦૨૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

ગોધરા શહેરના ઓવેસી ગ્રાઉન્ડમાં ખુલ્લી અને જાહેર જગ્યામાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રૈજાન ફીરદોસ શેખ, સુફીયાન ઈકબાલ ધાંચી, મોહમંદ અબ્દુલ રસીદ ગોદડને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા ઈસમો પાસેથી રૂ.૧૦૨૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.