
ગુર્જર ભારતી દાહોદ તથા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદ આ બંને સંસ્થાઓની વિવિધ શાળા કોલેજોના તમામ સ્ટાફ તરફથી ડોક્ટર આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ઉત્સાહભેર-ધામધૂમતી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાઓની શાળા કોલેજોનો સ્ટાફ શ્રી જી.પી. ધાનકા હાઈસ્કૂલમાં ભેગા થઈ અને બાબા સાહેબ આંબેડકર ચોકમાં સ્થિત બાબાસાહેબનું સ્ટેચ્યુ છે, ત્યાં માલ્યાર્પણ કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા અને સંસ્થાના મંત્રી ચંદ્રકાંતાબેન ધાનકા દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને તમામ સ્ટાફે બાબા સાહેબ આંબેડકર ના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારવાની નેમ લીધી હતી.