
બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ બુટલેગર મિત્રના દારૂની હેરાફેરી કરતા ડીટવાસ પોલીસના હાથે રંગેહાથે ઝડપાઈ જતાં ધટનાએ પોલીસ વિભાગની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂ.1,22,142/-નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ કોન્સ્ટેબલ તથા બુટલેગર સામે ગુનો નોંઘ્યો છે.
મહિસાગર જિલ્લામાં ખાખીની પ્રતિષ્ઠા પર દાગ લાગે તેવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી લવાના ગામના પોતાના બુટલેગર મિત્ર કનુ માલીવાડનો વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનની સરહદમાંથી મહિસાગરમાં ધુસેડવા બુટલેગર મિત્રની અલ્ટો કાર જીજે-07-3351માં વિદેશી દારૂની 7 પેટીઓ મુકીને રાજસ્થાનની સરહદ ઓળંગી ત્યાંથી ડીટવાસ ચેકપોસ્ટ વટાવી મહિસાગર જિલ્લામાં દાખલ થવાનો હતો. ત્યારે ડીટવાસ પોલીસને મળેલ બાતમીના આધારે મોટી રાઠથી ધાસવાડા રોડ પર થઈ રહેલ આ અલ્ટો કાર રાકાકોટ ચોકડી પાસે પોલીસે ધેરાંબી કરીને ઝડપીપાડતા બાકોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો ખાખી પાછળનો બુટલેગર ચહેરો બહાર આવતા મહિસાગર પોલીસ તંત્રમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જયારે ડીટવાસ પોલીસ તંત્રની ટીમના હાથે રંગેહાથે હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ જતાં ખાખી સર્મશાર થઈ હતી. ડીટવાસ પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂ.1,22,142/-નો મુદ્દામાલકરી ઝડપાયેલ કોન્સ્ટેબલ તથા બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.